Emerging Asia Cup 2024: ભારત પછી શ્રીલંકા બન્યું અફઘાનિસ્તાનનો શિકાર, પ્રથમવાર ટાઇટલ જીતી તમામને ચોંકાવ્યા
Emerging Asia Cup 2024: આ પહેલા અફઘાનિસ્તાને સેમિફાઈનલમાં ભારતને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.
Emerging Asia Cup 2024: અફઘાનિસ્તાને ACC ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2024નું ટાઇટલ જીત્યું છે. અફઘાનિસ્તાને ફાઇનલમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ પહેલા અફઘાનિસ્તાને સેમિફાઈનલમાં ભારતને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. હવે અફઘાનિસ્તાને ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું છે. અફઘાનિસ્તાનને જીતવા માટે 134 રનનો ટાર્ગેટ હતો. અફઘાનિસ્તાનની ટીમે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
All of us right now! 🤸♂️💪🤩#AfghanAbdalyan | #AFGAvSLA | #MensT20EmergingTeamsAsiaCup pic.twitter.com/mdkMDMUJsg
— Afghanistan Cricket Board (@ACBofficials) October 27, 2024
અફઘાનિસ્તાન તરફથી ઓપનર સેદીકુલ્લાહ અટલે સૌથી વધુ 55 બોલમાં અણનમ 55 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે કરીમ જન્નતે 27 બોલમાં 33 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 સિક્સર ફટકારી હતી. ડરવિશ રસૂલીએ 20 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે મોહમ્મદ ઈશાક 6 બોલમાં 16 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. જો કે આ પહેલા અફઘાનિસ્તાનની શરૂઆત સારી રહી ન હતી. અફઘાનનો ઓપનર ઝુબેદ અકબરી ઓપનિંગ કર્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ ત્યારપછીના બેટ્સમેનોએ ઇનિંગ્સને સંભાળી લીધો હતો.
શ્રીલંકા તરફથી સહાન અરાસિંઘે, દુશાન હેમંથા અને ઈશાન મલિંગાએ 1-1 વિકેટ લીધી હતી. આ સિવાય શ્રીલંકાના અન્ય બોલરોને સફળતા મળી ન હતી.
આ પહેલા શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાએ 20 ઓવરમાં 7 વિકેટે 133 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી સહાન અરાસિંઘે 47 બોલમાં અણનમ 64 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે નિમેષ વિમુખીએ 19 બોલમાં 23 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે પવન રત્નાયકે 21 બોલમાં 20 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય શ્રીલંકાના અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા નહોતા.
જ્યારે અફઘાન બોલરોની વાત કરીએ તો બિલાલ સમી સૌથી સફળ બોલર હતો. બિલાલ સમીએ 4 ઓવરમાં 22 રન આપીને 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સિવાય અલ્લાહ ગઝનફારે 2 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
Ind vs SA: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T-20 શ્રેણી તમે કેવી રીતે અને ક્યાં ફ્રીમાં જોઈ શકશો?