U19 મહિલા ટી20 વર્લ્ડ કપમાં આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, બનાવી દિધો મહારેકોર્ડ
ભારતીય મહિલા અંડર-19 ટીમે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાયેલ બીજા ICC મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 9 વિકેટે હરાવીને સતત બીજી વખત ટાઈટલ જીત્યું

ભારતીય મહિલા અંડર-19 ટીમે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાયેલ બીજા ICC મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 9 વિકેટે હરાવીને સતત બીજી વખત ટાઈટલ જીત્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ બેટ્સમેન ગોંગાડી ત્રિષાએ પોતાના બેટની મદદથી એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહી હતી. ગોંગાડી ત્રિષાએ આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે બેટથી સૌથી મોટી મેચ વિનર સાબિત થઈ હતી જેમાં તે 300થી વધુ રન બનાવવામાં સફળ રહી હતી.
7⃣ Matches
— BCCI Women (@BCCIWomen) February 2, 2025
3⃣0⃣9⃣ Runs
7⃣ Wickets
A brilliant all-round display from G Trisha as she wins the Player of The Tournament award 👏 👏#TeamIndia | #U19WorldCup pic.twitter.com/DVTjH9rc3t
ગોંગાડી ત્રિષાએ શ્વેતા સેહરાવતનો રેકોર્ડ તોડી નાખ્યો
ICC મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં એક જ એડિશનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હવે ગોંગાડી ત્રિષાના નામે નોંધાઈ ગયો છે. ટૂર્નામેન્ટમાં 7 મેચમાં બેટિંગ કરીને ત્રિષાએ 77.25ની એવરેજથી 309 રન બનાવવામાં સફળ રહી હતી. આ બાબતમાં, ગોંગાડી ત્રિષાએ ટીમ ઈન્ડિયાની ખેલાડી શ્વેતા સેહરાવતનો રેકોર્ડ તોડવાનું કામ કર્યું, જેણે વર્ષ 2023માં આયોજિત ICC મહિલા અંડર-19 વર્લ્ડ કપમાં 7 ઇનિંગ્સમાં 99ની એવરેજથી કુલ 297 રન બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં ગોંગાડીના બેટમાં પણ સદી જોવા મળી હતી, જ્યારે તે 3 ઇનિંગ્સમાં અણનમ રહીને પેવેલિયન પરત ફરવામાં સફળ રહી હતી. ગોંગાડી ત્રિષાના બેટથી ફાઈનલ મેચમાં પણ 33 બોલમાં 44 રનની અણનમ ઈનિંગ જોવા મળી હતી.
વૈષ્ણવી વર્માએ સૌથી વધુ 17 વિકેટ લીધી હતી
ટીમ ઈન્ડિયાની ડાબોડી સ્પિન બોલર વૈષ્ણવી શર્મા મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ 2025માં સૌથી વધુ વિકેટ લેવામાં સફળ રહી હતી. જેમાં તેણે 6 મેચમાં 4.35ની એવરેજથી કુલ 17 વિકેટ ઝડપી હતી. વૈષ્ણવી હવે ICC મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની આવૃત્તિમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર છે જેમાં તેણે સેમી ફાઈનલ મેચમાં જ મેગી ક્લાર્કનો 12 વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો.
મહિલા અંડર-19 ટીમે ઈતિહાસ રચ્યો
ભારતીય મહિલા અંડર-19 ટીમે ઈતિહાસ રચી નાખ્યો છે. ભારતીય ટીમે સતત બીજી વખત ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. આ ટૂર્નામેન્ટ 2023માં શરૂ થઈ હતી અને ભારતીય ટીમે પહેલી જ આવૃત્તિમાં જીત મેળવી હતી. તે સમયે શેફાલી વર્મા ટીમ ઈન્ડિયાની કેપ્ટન હતી. હવે બે વર્ષ બાદ ટૂર્નામેન્ટની બીજી આવૃત્તિમાં નિક્કી પ્રસાદની કપ્તાનીમાં ભારતીય ટીમ સતત બીજી વખત ચેમ્પિયન બની છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ઈનિંગ 20 ઓવરમાં 82 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 11.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ગોંગાડી ત્રિષાએ ફાઇનલમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રણ વિકેટ લેવા ઉપરાંત અણનમ 44 રન પણ ફટકાર્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
