Kutch: ભુજ-દિલ્હીની ફ્લાઈટ શરુ, લોકોમાં અનેરો ઉત્સાહ, જાણો શું છે ભાડું
કચ્છના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ કડી ઉમેરાઈ ગઈ છે. લાંબા સમયની માંગ બાદ ભુજથી દિલ્હી સુધીની સીધી હવાઈ સેવા આજથી શરૂ થઈ ગઈ છે.

ભુજ: કચ્છના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ કડી ઉમેરાઈ ગઈ છે. લાંબા સમયની માંગ બાદ ભુજથી દિલ્હી સુધીની સીધી હવાઈ સેવા આજથી શરૂ થઈ ગઈ છે. એર ઈન્ડિયા દ્વારા સંચાલિત 180 બેઠકોની ક્ષમતા ધરાવતી ફ્લાઈટ આજથી શરૂ થઈ જતાં કચ્છના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ દિવસે ભુજથી દિલ્હી માટે ૧૭૭ લોકો ટિકિટ બુક કરાવી હતી. જ્યારે દિલ્હીથી ભુજ ૧૭૦ લોકો ફલાઈટની ટિકિટ બુક કરાવી ભુજ પહોંચ્યા હતા.
દિલ્હીથી આવતી ફ્લાઈટ પણ ૯૫% ફુલ
કચ્છના લોકો જેના માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ ભુજથી દિલ્હી ફ્લાઈટ આખરે શરૂ થઈ જતાં કચ્છના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યું છે. પ્રથમ દિવસે ફ્લાઈટ ૯૫% ફુલ ગઈ છે જ્યારે દિલ્હીથી આવતી ફ્લાઈટ પણ ૯૫% ફુલ આવી છે. એટલે હવે કચ્છના લોકોને કનેક્ટિવિટી ભુજથી મળી રહેશે અને લોકોને હવે અમદાવાદ જવાની જરૂર નહીં પડે અને ટાઈમ પણ બચી જશે. સરહદી કચ્છ જિલ્લામાં બે પોર્ટ અને આર્મી એરફોર્સ બીએસએફ એજન્સીઓ આવેલી છે એટલે બહાર વસવાટ કરતા લોકો માટે આ ફ્લાઈટ આશીર્વાદ રૂપ સાબિત થઈ છે.પ્રથમ દિવસે ફ્લાઈટ ફુલ ગઈ છે.
પ્રવાસીઓમાં પણ ખુશી જોવા મળી
ભુજથી દિલ્હી ફ્લાઈટ શરૂ થતા આજે દિલ્હી જઈ રહેલા પ્રવાસીઓમાં પણ ખુશી જોવા મળી હતી. પ્રવાસીઓએ જણાવ્યું કે અમને હવે ગુજરાત બહાર જવા માટે અમદાવાદ જવાની જરૂર નથી. ભુજ દિલ્હી ફલાઈટમાં કનેક્ટિવિટી મળી રહેશે અને સમયમાં પણ બચાવ થશે અને આ ફલાઈટનો સમય પણ એકદમ સારો છે એટલે મુન્દ્રા નલિયા અબડાસા માંડવીથી આવતા લોકો માટે પણ ઉપયોગી થશે.
NRI માટે પણ આ ફ્લાઈટ ખૂબ ઉપયોગી થશે
ભુજ એરપોર્ટના ડિરેક્ટરે જણાવ્યું છે ભુજ દિલ્હી ફ્લાઈટ શરૂ થતા કચ્છમાં મોટા પ્રમાણમાં વસવાટ કરતા NRI માટે પણ આ ફ્લાઈટ ખૂબ ઉપયોગી થશે સાથે-સાથે કચ્છમાં મોટી સંખ્યામાં બહારના લોકો પણ વસવાટ કરે છે એટલે હવે એ લોકોને પણ ફ્લાઈટ ઉપયોગી થશે આજે પ્રથમ ફલાઈટમાં રિસ્પોન્સ સારો મળ્યો છે સાથે સાથે દિલ્હી ભુજની ફ્લાઈટ પણ આજે ફુલ આવી છે.
એકતરફી મુસાફરીનું 5500 રૂપિયા ભાડું
આ ફ્લાઈટનું બુકિંગ કંપનીની વેબસાઈટ અને એર બુકિંગ પોર્ટલ પર થઈ શકશે. એકતરફી મુસાફરીનું 5500 રૂપિયા ભાડું છે. ફ્લાઈટ દરરોજ સાંજે 5:50 કલાકે ભુજથી દિલ્હી જશે, જ્યારે દિલ્હીથી ભુજ તરફની ફ્લાઈટ સાંજે 4:55 કલાકે પ્રસ્થાન કરશે. હાલમાં ભુજથી દૈનિક ધોરણે ત્રણ ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે . બે મુંબઈ માટે અને એક અમદાવાદ માટે ફ્લાઈટ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
