IND vs AUS Final: ઓસ્ટ્રેલિયા બન્યું વર્લ્ડ ચેમ્પિયન, ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર, કરોડો ભારતીયોનું સપનુ તૂટ્યું
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું.
IND vs AUS Final Full Match Highlights: ફરી એકવાર કરોડો ભારતીય ચાહકોના સપના ચકનાચૂર થઈ ગયા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની આ જીતમાં ડાબોડી ઓપનર ટ્રેવિસ હેડે 137 રનની શાનદાર ઇનિંગ રમીને મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સિવાય લાબુશેને 58 રન બનાવ્યા હતા. ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શરૂઆતથી જ ભારત પર પ્રભુત્વ જમાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાનું આ છઠ્ઠું ODI વર્લ્ડ કપ ટાઇટલ હતું. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 241 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં મેચ જીતી લીધી હતી. પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ સહિત ત્રણેય વિભાગોમાં શાનદાર હતું.
1987 🏆 1999 🏆 2003 🏆 2007 🏆 2015 🏆 2️⃣0️⃣2️⃣3️⃣ 🏆
— ICC (@ICC) November 19, 2023
𝙰𝚄𝚂𝚃𝚁𝙰𝙻𝙸𝙰 𝙰𝚁𝙴 #𝙲𝚆𝙲𝟸𝟹 𝙲𝙷𝙰𝙼𝙿𝙸𝙾𝙽𝚂 🎉 pic.twitter.com/QtzBty5Ewl
ઓપનર ટ્રેવિસ હેડ અને પાંચમા નંબરના માર્નસ લાબુશેનની જોડીએ ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. બંને બેટ્સમેનોએ ચોથી વિકેટ માટે 192 રનની ભાગીદારી કરી હતી, જેની સામે તમામ ભારતીય બોલરો નિષ્ફળ રહ્યા હતા. હેડે સદી ફટકારી હતી અને લાબુશેને અડધી સદી ફટકારી હતી. બંને બેટ્સમેનોએ સમજદારીપૂર્વક ઈનિંગને આગળ વધારી અને કાંગારૂ ટીમને જીત તરફ દોરી ગયા.
ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનમાં સમેટાઈ
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં ચાર વિકેટે 241 રન બનાવીને મેચ જીતી લીધી હતી. કાંગારૂ ટીમ માટે ટ્રેવિસ હેડે 141 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. લાબુશેને અણનમ 58 રન બનાવ્યા હતા. મિચેલ માર્શ 15 રન બનાવીને, ડેવિડ વોર્નર સાત રન બનાવીને, સ્ટીવ સ્મિથ ચાર રન બનાવીને આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલે અણનમ બે રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ સાથે જ ભારતનું ત્રીજી વખત ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. તેણે ટૂર્નામેન્ટમાં સતત 10 મેચ જીતી હતી, પરંતુ ટીમ 11મી મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતને બીજી વખત ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી વખત રિકી પોન્ટિંગની કપ્તાની હેઠળની ટીમ 2003માં હાર્યું હતું.