IND vs BAN: કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત! ક્યુરેટરે કર્યો મોટો ખુલાસો, જાણો કેવી હશે પીચ
India vs Bangladesh 2nd Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ત્યાંની પીચને ખાસ બનાવવામાં આવી છે.
IND vs BAN 2nd Test Kanpur Pitch Report: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. જેની પ્રથમ મેચ ભારતે જીતી છે. હવે આ સીરિઝની છેલ્લી અને બીજી મેચ 27 સપ્ટેમ્બરથી રમાવાની છે. જે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. આ માટે બંને ટીમ કાનપુર પહોંચી ગઈ છે. કાનપુર સ્ટેડિયમમાં જે પીચ પર આ મેચ રમાવાની છે તેને લઈને ક્યુરેટરે મોટો ખુલાસો કર્યો છે. આ મોટો ખુલાસો જાણીને દરેક ભારતીય ખુશ થઈ જશે.
ગ્રીન પાર્કમાં બનેલી કાળી માટીની પીચ
ગ્રીન પાર્કની પિચ કાળી માટીથી બનેલી છે, જેને હંમેશની જેમ કાનપુરથી 23 કિલોમીટર દૂર ઉન્નાવના કાળી માટી ગામમાંથી લાવવામાં આવી છે. કાળી માટીથી બનેલી પિચો સામાન્ય રીતે સ્પિનરોને અનુકૂળ આવે છે, જ્યારે લાલ માટી ઝડપી બોલરોને અનુકૂળ આવે છે. પિચ ધીમી અને ઓછી ઊંચાઈની હોવાની અપેક્ષા છે. એટલે ઝડપી બોલરોને વધારે બાઉન્સ મળશે નહીં.
ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે આ માટીનું ભારતીય ટેકનોલોજી સંસ્થાન પાસેથી પરીક્ષણ કરાવીએ છીએ. આ ખાસ માટી, કાળી માટી, ગામમાં એક તળાવ પાસે મળી આવે છે અને અમે તેને લાવવાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. તે વર્ષોથી સારું પ્રદર્શન કરે છે."
પિચ ક્યુરેટરનો મોટો ખુલાસો
કાનપુરના ગ્રીન પાર્ક ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પિચ ક્યુરેટર શિવ કુમારે કહ્યું કે આ પિચ પાંચ દિવસ સુધી ચાલશે. પ્રથમ બે સત્રમાં ઝડપી બોલરોને મદદ મળશે, જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં સ્પિનરોની ભૂમિકા વધશે.
ક્યુરેટરે કહ્યું, "આ પીચ પહેલા બે સત્રમાં ઝડપી બોલરોને બાઉન્સ આપશે અને પહેલા બે દિવસ બેટિંગ માટે પણ સારી રહેશે. આ પછી ત્રીજા દિવસથી સ્પિનરો વધુ સક્રિય બનશે."
આ ટેસ્ટ મેચ પ્લાસ્ટિક ફ્રી રહેશે
આ સાથે UPCA એ પણ આ ટેસ્ટ મેચમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાનો નિર્ણય લીધો છે. ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં નાસ્તામાં પ્લાસ્ટિક પ્લેટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને માત્ર કાગળની પ્લેટનો ઉપયોગ કરી શકાશે. સ્ટેડિયમના ડિરેક્ટર સંજય કપૂરે કહ્યું, "અમે આ મેચને 'ગ્રીન' બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ." આમ આ મેચમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ICC રેન્કિંગનું લિસ્ટ જાહેર, વિરાટ-રોહિતને મોટું નુકસાન, યશસ્વી-પંતને થયો મોટો ફાયદો