(Source: ECI/ABP News/ABP Majha)
IND vs PAK: આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી20, કઈ ચેનલ પર કેટલા વાગ્યાથી થશે પ્રસારણ, લાઈવ સ્ટ્રીમિંગ કઈ એપ પર દેખાશે ?
ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવતીકાલે એટલેકે 28 ઓગસ્ટે રમાનારી એશિયા કપ 2022 ની મેચ માટે ફેન્સ ઉત્સાહિત થઇ ગયા છે.
IND vs PAK Live Streaming: ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવતીકાલે એટલેકે 28 ઓગસ્ટે રમાનારી એશિયા કપ 2022 ની મેચ માટે ફેન્સ ઉત્સાહિત થઇ ગયા છે. આ મેચની ટિકીટો પણ વેચાઇ ચૂકી છે. પાકિસ્તાની ટીમ આ ટૂર્નામેન્ટ માટે મંગળવારે દુબઇ પહોંચી ગઇ છે. વળી, ભારતીય ટીમ પહેલાથી જ દુબઇ પહોંચી ચૂકી છે. હવે બન્ને ટીમોએ અહીં પ્રેક્ટિસ કરવાનુ પણ શરૂ કરી દીધુ છે. એશિયા કપની શરૂઆતથી જ ભારતનો આ ટૂર્નામેન્ટ પર દબદબો રહ્યો છે. વળી, પાકિસ્તાની ટીમ 2 વાર આ ખિતાબ જીતવામાં સફળ રહી છે.
ક્યાં રમાશે ભારત-પાકિસ્તાન મેચ -
ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. બન્નેની વચ્ચે આ મેચ એશિયા કપ 2022 માં રમાશે. આ મેચને લઇને બન્ને ટીમો સખત પ્રેક્ટિસ કરી રહી છે. વળી, તમને બતાવી દઇએ કે આ મેચો દુબઇના ક્રિકેટ સ્ટેડિયમાં રમાશે. બન્ને દેશોના ક્રિકેટ પ્રેમીઓ આ મેચનો બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે.
લાઇવ સ્ટ્રીમિંગની પુરેપુરી ડિટેલ્સ -
એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વળી, તમે આ રોમાંચક મેચનો આનંદ તમારા ફોન પર પણ હૉટસ્ટાર એપ પર લઇ શકો છો. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે.
એશિયા કપ માટે ભારતીય ટીમની ફૂલ સ્ક્વૉડ -
ટીમ ઈન્ડિયા - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વીસી), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, આર પંત (વિકી), દિનેશ કાર્તિક (વિકી), હાર્દિક પંડ્યા, આર જાડેજા, આર અશ્વિન , યુઝવેન્દ્ર ચહલ, આર બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.
આ પણ વાંચો..
Shani Amavasya 2022 : 14 વર્ષ બાદ શનિશ્વરી અમાસ પર બની રહ્યો છે આ શુભ સંયોગ, કરો આ ઉપાય
Ahmedabad: અમદાવાદમાં રાત્રે 3 વાગ્યે પાણીની ટાંકીમાં પડ્યો યુવક, બે કલાક બાદ....
Health Tips: વધુ નમક ખાવુ આપના શરીરમાં માટે છે ખતરનાક, થઇ શકે છે આ નુકસાન
CRIME NEWS: ભુજમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, સમગ્ર વિસ્તારમાં અરેરાટી
Banaskantha : બનાસ નદીમાં વધુ એક યુવક ડુબ્યો, બે દિવસમાં 8 લોકો તણાયા ; 2 મૃતદેહ મળ્યા
Lausanne Diamond League: નીરજ ચોપડાએ ફરી રચ્યો ઇતિહાસ, લૂસાને ડાયમંડ લીગ જીતનાર પહેલા ભારતીય બન્યા