KKR vs GT: ગુજરાત ટાઇટન્સે કોલકત્તાને સાત વિકેટથી હરાવ્યું, પોઇન્ટ ટેબલ્સમાં ટોપ પર પહોંચી ટીમ
કોલકાતાએ ગુજરાત સામેની છેલ્લી મેચમાં રોમાંચક જીત નોંધાવી હતી
LIVE
Background
KKR vs GT, 39th Match IPL 2023: IPL 2023 ની 39મી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. કોલકાતાએ ગુજરાત સામેની છેલ્લી મેચમાં રોમાંચક જીત નોંધાવી હતી. ટીમે તેને અમદાવાદમાં 3 વિકેટે હરાવી હતી. હવે ફરી એકવાર બંને ટીમો આમને-સામને થશે. કોલકાતા અને ગુજરાતની ટીમ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. જો આપણે KKRની છેલ્લી મેચ પર નજર કરીએ તો તેણે RCBને હરાવ્યું છે. જ્યારે ગુજરાતે મુંબઈને 55 રને હરાવ્યું છે.
ટૂર્નામેન્ટમાં કોલકાતાનું એકંદર પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. ટીમ 8 મેચ રમીને માત્ર 3 જીતી શકી છે. તેને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. KKR અત્યારે પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને છે. પરંતુ તે ગુજરાત સામે સારું પ્રદર્શન કરી શકે છે. આ મેચમાં શુભમન ગિલ અને શાર્દુલ ઠાકુર વચ્ચે રસપ્રદ લડાઈ જોવા મળી શકે છે. શાર્દુલે તેને બે વખત આઉટ કર્યો છે. સાથે જ નરેને સાહાને ઘણી પરેશાન કર્યો છે.
ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તેણે 7 મેચ રમીને 5માં જીત મેળવી છે. જ્યારે 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. ગુજરાતનો શ્રેષ્ઠ સ્પિન બોલર રાશિદ ખાન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેણે આન્દ્રે રસેલને ઘણો પરેશાન કર્યો છે. રાશિદે તેને ત્રણ વખત આઉટ કર્યો છે. નીતિશ રાણાએ હાર્દિક પંડ્યાથી સાવધાન રહેવું પડશે. આ બંને વચ્ચે રમાયેલી છેલ્લી મેચ રોમાંચક રહી હતી. આ વખતે ગુજરાત અગાઉની હારનો હિસાબ સરભર કરી શકે છે
ગુજરાતનો વિજય
ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને તેના ઘરઆંગણે હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ ગુજરાતને 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને હાર્દિક પંડ્યાની ટીમે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો. ગુજરાત તરફથી વિજય શંકરે 24 બોલમાં અણનમ 51 અને ડેવિડ મિલરે 18 બોલમાં અણનમ 42 રન બનાવ્યા હતા.
— KolkataKnightRiders (@KKRiders) April 29, 2023
મિલર અને શંકર વચ્ચે અડધી સદીની ભાગીદારી
ડેવિડ મિલર અને વિજય શંકર વચ્ચે અડધી સદીની ભાગીદારી છે. આ સાથે ગુજરાતની ટીમ જીતની નજીક પહોંચી ગઈ છે. 17 ઓવર પછી ગુજરાતનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 166 રન છે.
ગુજરાતની શાનદાર શરૂઆત
180 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે શાનદાર શરૂઆત કરી હતી. શુભમન ગિલ અને સહાની જોડીએ ટીમને આક્રમક શરૂઆત અપાવી છે. ચાર ઓવર પછી ગુજરાતનો સ્કોર વિના વિકેટે 41 રન છે.
કોલકાતાએ ગુજરાત સામે 180 રનનો લક્ષ્યાંક રાખ્યો
પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે ગુજરાત ટાઈટન્સ સામે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમે સાત વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. રહેમાનુલ્લા ગુરબાઝે સૌથી વધુ 81 રન બનાવ્યા હતા. તેના સિવાય આન્દ્રે રસેલે 34 રનની ઇનિંગ રમી હતી. ગુજરાત તરફથી મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ લીધી હતી. નૂર અહેમદ અને જોશુઆ લિટલને બે-બે વિકેટ મળી હતી
કોલકાતાએ પાંચમી વિકેટ ગુમાવી
કોલકાતાની અડધી ટીમ 135 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગઈ છે. નૂર અહેમદે રહેમાનુલ્લા ગુરબાઝને આઉટ કરીને કોલકાતાને પાંચમો ઝટકો આપ્યો હતો. ગુરબાઝે 39 બોલમાં 81 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં સાત સિક્સર અને પાંચ ફોરનો સમાવેશ થાય છે. રસેલની આ 100મી આઈપીએલ મેચ છે.