IND vs PAK: વિરાટ કોહલી આઉટ થતાં જ વિજય દેવરકોંડાને લાગ્યો ઝટકો, વિજયનું આવું રિએક્શન જોઈ ફેન્સ ચોંક્યા
ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2022માં રમાયેલી ટી20 ઈંટરનેશનલ મુકાબલામાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું. આ મેચ દરમિયાન ક્રિકેટ સ્ટેડિયમમાં સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા પણ હાજર રહ્યો હતો.
Vijay Devarakonda On Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2022માં (Asia Cup 2022) રમાયેલી ટી20 ઈંટરનેશનલ મુકાબલામાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું. આ મેચ દરમિયાન દુબઈ ઈંટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા (Vijay Devarakonda) પણ હાજર રહ્યો હતો. વિજયે ટીમ ઈન્ડિયાને ખુબ ચીયર કરી હતી. પરંતુ ભારત અને પાકિસ્તાનની આ મેચ દરમિયાન એક સમય એવો પણ આવ્યો જ્યારે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) આઉટ થયા બાદ લાઈગર સ્ટાર વિજય દેવરકોંડાએ ચોંકાવનારું રિએક્શન આપ્યું હતું.
કોહલી આઉટ થતાં જ નિરાશ થયો વિજયઃ
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે રમાતી દરેક ક્રિકેટ મેચમાં હંમેશા હાઈવોલ્ટેજ મુકાબલો જોવા મળતો હોય છે. આવી જ મેચ રવિવારે દુબઈ ઈંટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પણ જોવા મળી હતી. પાકિસ્તાને ભારત સામે 20 ઓવરમાં 147 રન બનાવ્યા હતા. જે બાદ 148 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમનો ઓપનર કે.એલ રાહુલ આઉટ થયો હતો. ત્યાર બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટીમની જવાબદારી ઉપાડી હતી. પરંતુ રોહિત શર્મા બાદ મોટો શોર્ટ રમવા જતાં 35 રન બનાવીને કોહલી આઉટ થયો હતો. શાનદાર ફોર્મમાં જોવા મળી રહેલા વિરાટ કોહલી આઉટ થતાં સ્ટેડિયમમાં સન્નાટો પ્રસરી ગયો હતો. જેના કારણે વિજય દેવરકોંડાના ચહેરા ઉપર પણ નિરાશા છવાઈ ગઈ હતી. આ દરમિયાન વિજય દેવરકોંડાના ચહેરા પર જોવા મળેલા રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
see the reaction of @TheDeverakonda 🫤🫵 when the @imVkohli is Out😢
— VD_fan_prashanth ✪ (@PrashanthRamad2) August 28, 2022
We want them to RULE🙏♥️
in their own field ✅💯🙌#VijayDeverakonda #ViratKohli𓃵 pic.twitter.com/8migVaCMsT
વિજયના ચહેરા પર દેખાઈ નિરાશાઃ
આ ટ્વીટમાં તમે જોઈ શકો છો કે, કિંગ કોહલી આઉટ થઈને પવેલિયન તરફ આગળ વધી રહ્યો છે અને તેને જોઈને વિજય દેવરકોંડા ખુબ નિરાશ થઈ ગયો હતો. વિજયનું આ રિએક્શન એક રીતે જોઈ તો સ્વાભાવિક જ હતું કારણ કે વિરાટ કોહલી આઉટ થાય એટલે દરેક ફેન્સના ચહેરા પર નિરાશા વ્યાપી હતી. જો કે, ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ વિજયી સિક્સર ફટકારીને વિજય દેવરકોંડાના ચહેરા પર મુસ્કાન પરત લાવી હતી.