Womens Asia Cup 2024: ટીમ ઈન્ડિયાએ મહિલા એશિયા કપ ફાઈનલમાં જગ્યા બનાવી, બાંગ્લાદેશને હરાવી રચ્યો ઈતિહાસ
હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાએ શુક્રવારે સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવ્યું હતું.
India Womens Asia Cup 2024: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપ T20 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાએ શુક્રવારે સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પહેલા બોલિંગ અને પછી બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્મૃતિ મંધાનાએ અણનમ સદી ફટકારી હતી. જ્યારે રેણુકા સિંહ અને રાધા યાદવે 3-3 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયા આ ખિતાબ 7 વખત જીતી ચુકી છે.
𝐈𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐧𝐚𝐥 🙌🙌
— BCCI Women (@BCCIWomen) July 26, 2024
A formidable win against Bangladesh takes #TeamIndia into the Final and makes it 4⃣ wins in 4⃣ matches 👌👌
Scorecard ▶️ https://t.co/JwoMEaSoyn#INDvBAN | #WomensAsiaCup2024 | #ACC | #SemiFinal pic.twitter.com/2E1htJVcCp
બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ માત્ર 11 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. મંધાના અને શેફાલી વર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. મંધાનાએ 39 બોલનો સામનો કર્યો અને અણનમ 55 રન બનાવ્યા. તેણે 9 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. જ્યારે શેફાલીએ 28 બોલનો સામનો કરીને 26 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 80 રન જ બનાવી શકી હતી. તેના માટે કેપ્ટન નિગરાસુલ્તાને 32 રનની ઇનિંગ રમી હતી. શોર્ના અખ્તરે અણનમ 19 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન રેણુકા અને રાધાએ ટીમ ઈન્ડિયા માટે ઘાતક બોલિંગ કરી હતી. બંનેએ 3-3 વિકેટ લીધી હતી. દીપ્તિશર્મા અને પૂજા વસ્ત્રાકરને એક-એક વિકેટ મળી હતી.
આ જીત સાથે ભારતીય ટીમ નવમી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં પહોંચી છે. મહિલા એશિયા કપની શરૂઆત 2004માં થઈ હતી અને ટીમ ઈન્ડિયા ત્યારે ચેમ્પિયન બની હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેનો આઠમો એશિયા કપ ટાઇટલ જીતવાના મિશન પર છે. તેણે ODI ફોર્મેટમાં ચાર અને T20 ફોર્મેટમાં ત્રણ ટાઇટલ જીત્યા છે. 2008 સુધી, આ ટુર્નામેન્ટ ODI ફોર્મેટમાં રમાતી હતી. 2012 થી તે T20 ફોર્મેટમાં રમાઈ રહી છે. આ નવમી આવૃત્તિ છે અને ભારતે સાત વખત (2004, 2005, 2006, 2008, 2012, 2016, 2022) ટાઇટલ જીત્યું છે. બાંગ્લાદેશ (2018) મહિલા એશિયા કપ ટાઇટલ જીતનારી એકમાત્ર બીજી ટીમ છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial