શોધખોળ કરો
Advertisement
ક્રિકેટ ઈતિહાસમાં આવો નો-બોલ અને વાઈડ-બોલ ક્યારેય નહીં જોયા હોય, બોલરે વાળ્યું ભોપાળું, જુઓ Video
આ નો બોલમાં બોલરનો પગ ક્રીઝથી લગભગ એક ફૂટ દૂર હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
નવી દિલ્હીઃ સીઝનની શરૂઆત થતા જ ટી20 ટૂર્નામેન્ટ બાંગ્લાદશ પ્રીમિયર લીગ(BPL)વિવાદોમાં આવી ગઈ છે. બુધવારે ટૂર્નામેન્ટના શરૂઆતના મેચમાં વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર ક્રિશ્માર સંતોકીએ કંઈક એવા બોલ ફેંક્યા કે ક્રિકેટ દુનિયામાં હાહાકાર મચી ગયો.
સિલ્હટ થંડર્સ માટે રમી રહેલ ડાબોડી ફાસ્ટ બોલર સંતોકીએ જમોણી બેટ્સમેનને લેગ સાઈડમાં એવો ફુલ ટોસ ફેંક્યો, જેને જોઈને બધા હેરાન રહી ગયા. તે બોલ એટલો બહાર (અંદાજે એક મીટર) હતો કે ટેસ્ટ મેચમાં પણ સમય લીધા વગર જ તેને વાઈડ જાહેર કરી શકાતો હતો.
And this a wide, bowled just a couple of balls before that. pic.twitter.com/SItM4IG30x
— Nikhil Naz (@NikhilNaz) December 11, 2019
પ્રાપ્ત માહિતી મુજબ ક્રિસ્માર સંતોકીએ ઇનિંગના બીજા ઓવરમાં ચટગાંવ ચેલેન્જર્સ તરફથી રમતા શ્રીલંકાઈ ખેલાડી અવિષ્કા ફર્નાન્ડોને એક મોટી વાઇટ બોલ ફેંક્યો સાથે આ જ ઓવરમાં એક એવો નો-બોલ પણ ફેંક્યો જે આશ્ચર્ય કરે એવો હતો. આ નો બોલમાં બોલરનો પગ ક્રીઝથી લગભગ એક ફૂટ દૂર હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે અને યુઝર્સ આ વીડિયો શેર કરી જબરદસ્ત કોમેન્ટ કરી મજા લઈ રહ્યા છે. એક યૂઝરે ટ્વીટ કરીને કહ્યું, ‘આ ટી20 ટૂર્નામેન્ટ તો સટ્ટેબાજો/મેચ ફિક્સિંગ માટે છે.’ એકે લખ્યું, ‘દાળમાં કંઈ કાળું છે.’A no-ball bowled by Krishmar Santokie in the opening match of the Bangladesh Premier league #BPL2019 today. pic.twitter.com/Lvzut5d0Gz
— Nikhil Naz (@NikhilNaz) December 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement