ભારત ન્યૂઝિલેન્ડમાં અંતિમ વન ડે સીરિઝ 2008-09માં જીત્યું હતું. ત્યારે ભારતે પાંચ મેચની સીરિઝ પર 3-1થી કબ્જો કર્યો હતો.
2/3
ભારત તેની 1599 મેચમાંથી 713 જીત્યું છે, 615 હાર્યું છે, 11 ટાઈ થઈ છે, 217 ડ્રો રહી છે અને 43 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. બીજી તરફ ન્યૂઝિલેન્ડ આ સીરિઝની ચોથી મેચ રમવાની સાથે જ 1300 આંતરરાષ્ટ્રીય મેચ પૂરી કરી લેશે.
3/3
ઓકલેન્ડઃ ભારત ન્યૂઝિલેન્ડ સામે આવતીકાલે પાંચ વન ડે મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ રમવા ઉતરશે ત્યારે એક અનોખો રેકોર્ડ બનાવશે. ભારતના ક્રિકેટ ઈતિહાસની આ 1600મી મેચ હશે. જેની સાથે જ ભારત કુલ 1600 આંતરરાષ્ટ્રીય મેચ રમનારો ત્રીજો દેશ બની જશે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં કુલ 1854 મેચ અને ક્રિકેટના જન્મદાતા ઇંગ્લેન્ડે 1833 મેચ રમી છે.