IPL 2022: KKR સામે 22 રન બનાવીને આઉટ થયેલા જોસ બટલરે વિરાટ કોહલીનો આ મોટો રેકોર્ડ તોડ્યો
IPL 2022માં રાજસ્થાન (RR) અને કોલકાતા (KKR) વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ચાહકોને રાજસ્થાનના સ્ટાર બેટ્સમેન જોસ બટલર પાસેથી ઘણી અપેક્ષાઓ હતી.
![IPL 2022: KKR સામે 22 રન બનાવીને આઉટ થયેલા જોસ બટલરે વિરાટ કોહલીનો આ મોટો રેકોર્ડ તોડ્યો IPL 2020 Jos Buttler Breaks Virat Kohli's Record Of Highest Run Scorer In First Ten Matches IPL 2022: KKR સામે 22 રન બનાવીને આઉટ થયેલા જોસ બટલરે વિરાટ કોહલીનો આ મોટો રેકોર્ડ તોડ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/4ffce07e723c3673b3c6f778c648337d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPL 2022માં રાજસ્થાન (RR) અને કોલકાતા (KKR) વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ચાહકોને રાજસ્થાનના સ્ટાર બેટ્સમેન જોસ બટલર પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ તે પણ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો અને જલ્દી જ આઉટ થઈ ગયો હતો. જો કે, બટલરે કોલકાતા સામેની આજની 22 રનની ઈનિંગ બાદ પણ તેણે કોહલીનો વધુ એક રેકોર્ડ તોડ્યો છે.
વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યોઃ
કોલકાતા સામેની મેચમાં જોસ બટલરનું બેટ કંઈ ખાસ ચાલ્યું ન હતું. આ મેચમાં તે માત્ર 22 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન, બટલર 25 બોલનો રમ્યો હતો અને આ દરમિયાન તેના બેટનો સંપર્ક બોલ સાથે નહોતો થઈ રહ્યો અને તે સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તેને ટિમ સાઉથીએ આઉટ કર્યો હતો. જો કે, તેની ઇનિંગ દરમિયાન તેણે કોહલીના એક મોટા રેકોર્ડને તોડી દીધો છે.
શાનદાર ફોર્મમાં ચાલી રહેલા બટલરે આ સિઝનની 10 મેચમાં 588 રન બનાવ્યા છે. જે બાદ તે IPLની પ્રથમ દસ મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. કોહલીએ 2016માં IPLની પ્રથમ 10 મેચમાં 568 રન બનાવ્યા હતા.
આ સિઝનમાં શાનદાર પ્રદર્શનઃ
જોશ બટલરે આઈપીએલની આ સિઝનમાં રાજસ્થાન તરફથી રમતાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ સિઝનની 10 મેચમાં 588 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 65.33 રહી છે જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 150.77 રહ્યો છે. આ સિવાય તેણે આ સિઝનમાં 3 સદી અને 3 અડધી સદી ફટકારી છે.
આ પણ વાંચોઃ
IPL 2022: ચાલુ મેચમાં લખનઉની ટીમના મેન્ટર ગૌતમ ગંભીરનો અપશબ્દ બોલતો વીડિયો વાયરલ, જુઓ વીડિયો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)