IPL 2022 Final: રાજસ્થાનને આ વાતનો છે ડર, અત્યાર સુધી ગુજરાત સામે નથી મળી એક પણ જીત
IPL 2022ની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
GT vs RR Final: IPL 2022ની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ નિર્ણાયક મેચમાં રાજસ્થાનને અગાઉ એક ડર સતાવી રહ્યો હશે. અત્યાર સધીમાં રાજસ્થાન અને ગુજરાત વચ્ચે રમાયેલી બધી મેચમાં દર વખતે ગુજરાતનો વિજય થયો છે. આઈપીએલ 2022માં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે 2 મેચ રમાઈ છે. જેમાં ગુજરાતે પ્રથમ મેચ 37 રને જીતી હતી જ્યારે બીજી મેચ 7 વિકેટે જીતી હતી.
રાજસ્થાન vs ગુજરાત (મેચ-1)
IPL 2022ની 24મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. રાજસ્થાને આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતાં ગુજરાતે 4 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાનની ટીમ 9 વિકેટના નુકસાને 155 રન જ બનાવી શકી હતી. ગુજરાતે આ મેચ 37 રને જીતી લીધી હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
રાજસ્થાન vs ગુજરાત (મેચ-2)
IPL 2022ના ક્વોલિફાયર 1 માં રાજસ્થાન રોયલ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થયો હતો. ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 6 વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 3 વિકેટના નુકસાને 191 રન બનાવીને 7 વિકેટે મેચ જીતી લીધી હતી. આ મેચમાં તોફાની બેટિંગ કરનાર ડેવિડ મિલરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ત્યારે આજે રમાનારી ફાઈનલ મેચ પહેલાં રાજસ્થાનને ગુજરાત સામે એક પણ જીત ના મળ્યાનો ડર સતાવી રહ્યો હશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યે ફાઈનલ મેચ રમાવાની શરુ થશે. આ પહેલાં IPL 2022ની ક્લોઝિંગ સેરેમની એટલે કે સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં સેલિબ્રિટી અને આર્ટિસ્ટ પોતાનું પરફોર્મન્સ આપશે.