IPL 2025: આ વખતે આખેઆખુ બદલાઇ જશે આઇપીએલનું મેગા ઓક્શન ? આ રીતે ટીમોને મળી શકે છે સ્વતંત્રતા
IPL 2025 Mega Auction Teams Purse Value: IPL 2025 માટે એક મેગા ઓક્શન થવાની છે. મેગા ઓક્શન દર ત્રણ વર્ષે થાય છે. મેગા ઓક્શન પહેલા ટીમો માત્ર 4 ખેલાડીઓને જ રિટેન કરી શકશે
IPL 2025 Mega Auction Teams Purse Value: IPL 2025 માટે એક મેગા ઓક્શન થવાની છે. મેગા ઓક્શન દર ત્રણ વર્ષે થાય છે. મેગા ઓક્શન પહેલા ટીમો માત્ર 4 ખેલાડીઓને જ રિટેન કરી શકશે. ઘણા વર્ષોથી ચાલી રહેલી મેગા ઓક્શનમાં આ વખતે મોટો ફેરફાર જોવા મળી શકે છે. અગાઉ IPL 2024 માટે મીની ઓક્શનમાં ટીમો પાસે ખેલાડીઓને ખરીદવા માટે 100 કરોડ રૂપિયાની પર્સ વેલ્યૂ હતી, જે હવે વધી શકે છે.
'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા' અનુસાર, IPL 2025 માટે મેગા ઓક્શનમાં ટીમોની પર્સ વેલ્યૂ 130 થી 140 કરોડ રૂપિયા હોઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ જો આવું થશે તો ટીમોને ખેલાડીઓ ખરીદવાની વધુ સ્વતંત્રતા મળશે. આવી સ્થિતિમાં ટીમો સારા ખેલાડીઓ પર મહત્તમ બોલી લગાવી શકે છે.
મિશેલ સ્ટાર્કનો તૂટી શકે છે રેકોર્ડ
જો ટીમોની પર્સ વેલ્યૂ વધે તો મિશેલ સ્ટાર્કનો રેકોર્ડ તૂટી શકે છે. આઈપીએલ 2024 માટે યોજાયેલી મીની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મિશેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ કિંમત સાથે સ્ટાર્ક IPL ઈતિહાસમાં વેચાતો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. હવે જો ટીમોના પર્સ વેલ્યૂમાં વધારો થશે તો મેગા ઓક્શનમાં IPLના ઈતિહાસમાં વેચાયેલા સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ તૂટી શકે છે.
આ ટીમોમાં થઇ શકે છે મોટો ફેરફાર
મુંબઈ ઈન્ડિયન્સઃ -
મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્માના રૂપમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. અગાઉ 2024 IPLમાં મુંબઈએ રોહિત શર્માના હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. આ પછી મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઈ મેગા ઓક્શન પહેલા રોહિત શર્માને રિલીઝ કરશે. એવા અહેવાલો છે કે સૂર્યકુમાર યાદવે પણ મુંબઈ ઈન્ડિયન્સ છોડી દીધી છે.
લખનઉ સુપર જાયન્ટ્સઃ -
2025ની મેગા ઓક્શન પહેલા લખનઉ સુપર જાયન્ટ્સમાં મોટો ફેરફાર થઈ શકે છે. ટીમના કેપ્ટન કેએલ રાહુલને બહાર કરી શકાય છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર રાહુલ પર નજર રાખી રહ્યું છે. રાહુલ આરસીબીમાં વાપસી કરી શકે છે.