(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2025: ભારતીય ટીમમાંથી બહાર થઇ ગયેલા આ ખેલાડીને KKR બનાવશે કેપ્ટન, વાંચો મોટું અપડેટ
IPL 2025 Ajinkya Rahane KKR Captain: KKR આગામી સિઝન માટે ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરને ટીમની કમાન સોંપી શકે છે
IPL 2025 Ajinkya Rahane KKR Captain: IPL 2025માં ઘણી ટીમોની કેપ્ટનશીપમાં મોટા ફેરફારો થશે, જેના માટે ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) આગામી સિઝનમાં અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવવા પર વિચાર કરી રહી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, કેકેઆરએ રહાણેને કેપ્ટનશિપ માટે ખરીદ્યો છે. તમને જણાવી દઈએ કે જેદ્દામાં આયોજિત મેગા ઓક્શનમાં કોલકાતાએ રહાણેને 1.5 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો.
અહેવાલમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, "હા, અત્યારે 90 ટકા નક્કી છે કે અજિંક્ય રહાણે KKRનો કેપ્ટન હશે. તેને ખાસ કરીને એક સક્ષમ સુકાનીપદ વિકલ્પ બનવાના ઉદ્દેશ્યથી ખરીદવામાં આવ્યો હતો."
જોકે, અગાઉ આવા અહેવાલો પણ સામે આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે, KKR આગામી સિઝન માટે ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરને ટીમની કમાન સોંપી શકે છે. વેંકટેશને ફ્રેન્ચાઈઝીએ મેગા ઓક્શનમાં રૂ. 23.75 કરોડમાં ખરીદ્યો હતો. જો કે, હજુ સુધી રહાણે કે વેંકટેશ અય્યરને કેપ્ટન બનાવવા અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
મુંબઇએ રહાણેને કેપ્ટન પદેથી હટાવ્યો
રણજી ટ્રૉફીમાં મુંબઈની કમાન સંભાળનારા અજિંક્ય રહાણેને સૈયદ મુશ્તાક અલી ટ્રૉફી માટે ટીમની કમાન સોંપવામાં આવી ન હતી. મુંબઈ ક્રિકેટ એસોસિએશને સૈયદ મુશ્તાક અલી ટ્રૉફી માટે શ્રેયસ અય્યરને મુંબઈનો કેપ્ટન બનાવ્યો હતો.
નોંધનીય બાબત એ છે કે, ઐયરની કેપ્ટન્સીમાં કોલકાતાએ ગયા વર્ષે (IPL 2024) આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. હવે KKR એવા ખેલાડીને કેપ્ટન બનાવવાનું વિચારી રહી છે જેને મુંબઈએ T20 ટૂર્નામેન્ટ માટે કેપ્ટન બનાવ્યો ન હતો.
રહાણે છેલ્લી બે સિઝન (2023 અને 2024) માટે ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો. હવે KKRએ તેના પર જુગાર ખેલ્યો છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે KKR આ દાવથી કેટલો નફો મેળવવામાં સફળ થાય છે.
આ પણ વાંચો
IPL Cheerleaders Salary: એક જ મેચમાં આટલા રૂપિયાની કમાણી કરે છે ચીયરલીડર્સ? જાણીને લાગશે આંચકો