Olympics: કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાનું વિનેશ ફોગાટના ડિસક્વૉલિફાય થવા પર મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું
Mansukh Madvaiya On Olympics: ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા કુશ્તી વર્ગની ફાઇનલમાં રમવા માટે ગેરલાયક ઠેરવવાના મુદ્દે લોકસભામાં હંગામો યથાવત છે

Sports Minister Mansukh Madvaiya On Olympics: ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા કુશ્તી વર્ગની ફાઇનલમાં રમવા માટે ગેરલાયક ઠેરવવાના મુદ્દે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા આજે બપોરે લોકસભામાં નિવેદન આપ્યુ હતુ, જેમાં તેમને તમામ પૉઇન્ટ પર પ્રકાશ પાડ્યો હતો.
વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવાના સમાચાર આવ્યા બાદ કેટલાક સભ્યો ગૃહમાં ઝીરો અવર દરમિયાન આ મુદ્દો ઉઠાવીને હોબાળ કરવા લાગ્યા હતા. જે પછી સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જૂન રામ મેઘવાલે ગૃહને માહિતી આપી હતી કે, સરકાર તરફથી રમતગમત મંત્રી આ અંગે જવાબો આપશે.
શૂન્યકાળ દરમિયાન ઘણા વિપક્ષી સભ્યો આ મુદ્દે બોલવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા અને સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા. જોકે, આસનના કોઈપણ સભ્યને આ મુદ્દે બોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ દરમિયાન સંસદીય બાબતોના રાજ્યમંત્રી મેઘવાલે કહ્યું કે, "ઓલિમ્પિક્સ સંબંધિત સભ્યો જે મુદ્દા ઉઠાવી રહ્યા છે તેના પર રમતગમત મંત્રી 3 વાગ્યે ગૃહમાં જવાબ આપશે."
વિનેશ ફોગાટના ડિસ્કવૉલિફાય થવા પર કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જવાબ આપતા કહ્યું કે, પીએમ મોદીએ પીટી ઉષા સાથે વાત કરી છે, મામલામાં કાર્યવાહી કરવા કહેવાયું છે. વિનેશને તમામ સંભવ મદદ કરવામાં આવશે.
ફીજિયો પણ વિનેશની સાથે હતા.
ક્યુબાની મહિલા રેસલરને લાગી લોટરી, સેમિફાઇનલમાં ફોગાટ સામે હારવા છતાં રમશે ફાઇનલ -
પેરિસ ઓલિમ્પિક 2024માંથી અયોગ્ય જાહેર થયા બાદ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ મહિલા કુસ્તી 50 કિગ્રા વર્ગની ફાઇનલમાંથી બહાર ફેંકાઇ ગઇ હતી. હવે વિનેશ ફોગાટની સામે સેમિફાઇનલમાં હારનાર ક્યુબાની મહિલા રેસલર યુઝનેલિસ ગુઝમેન લોપેઝ ફાઇનલ રમશે.
નોંધનીય છે કે ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે તેનું વજન 50 કિલોથી વધી ગયું હતું જેના કારણે તેને અયોગ્ય જાહેર કરાઇ હતી.
વિનેશે ગુઝમેન લોપેઝને 5-0થી હરાવીને ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય કુસ્તીબાજ બની હતી. જો કે, તેણીના ગોલ્ડ મેડલના મુકાબલાના દિવસે, વિનેશ વજનમાં 100 ગ્રામથી થોડો વધારે વજન ઘટાડવાનું ચૂકી ગઈ, જેના કારણે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી.
વિનેશ ફોગાટ 100 ગ્રામ વધુ વજન હોવાના કારણે મહિલા કુસ્તી 50 કિલોગ્રામ કેટેગરીની ફાઇનલ માટે અયોગ્ય જાહેર થઇ હતી. આયોજકોએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે “વિનેશ બીજા દિવસે વજનના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. ઇન્ટરનેશનલ રેસલિંગ રૂલ્સની કલમ 11 મુજબ, વિનેશના સ્થાન પર સેમિફાઇનલમાં તેની સામે હારનારા કુસ્તીબાજને રિપ્લેસ કરવામાં આવશે. તેથી ક્યુબાની મહિલા રેસલર યુઝનેલિસ ગુઝમેન લોપેઝ ફાઇનલમાં રમશે.
નિવેદનમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટોચની ક્રમાંકિત જાપાની કુસ્તીબાજ યુઇ સુસાકી ફોગાટ સામે પ્રથમ રાઉન્ડમાં હારી ગઇ હતી. તે સિવાય યુક્રેનની ઓક્સાના લિવાચને પણ ફોગાટ સામે 5-7થી હારનો સામનો કરવો પડ્યો હતો. જે હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ કહ્યું કે તે ખેદજનક છે કે ભારતીય દળ વિનેશ ફોગાટને મહિલા કુસ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય ઠેરવવાના સમાચાર શેર કરે છે. ટીમ તરફથી રાતોરાત કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. આ સમયે ટીમ તરફથી વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, વિનેશનું વજન નિર્ધારિત મર્યાદા કરતા લગભગ 100 ગ્રામ વધુ હતું, જેના કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી છે. સ્પર્ધાના નિયમો અનુસાર, ફોગાટ સિલ્વર મેડલ માટે પણ લાયક રહેશે નહીં.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
