શોધખોળ કરો
Advertisement
સાનિયા મિર્ઝા બાદ દેશની વધુ એક દીકરી બનશે પાકિસ્તાનના આ ક્રિકેટરની દુલ્હન
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જન્મેલ હસન અલી અને નૂંહના ચંદેની રહેવાસી શામિયાની દુબઈ ખાતે એટલાંટિસ પામ જુબેરા હોટલમાં લગ્ન થશે.
નવી દિલ્હીઃ ભારતની દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા બાદ હવે દેશની વધુ એક દીકરી પાકિસ્તાની ક્રિકેટરની દુલ્હન બનવા જઈ રહી છે. નિકાહ આવતા મહિને એટલે કે 20 ઓગસ્ટે થશે. હરિયાણાની નૂંહની રહેવાસી શામિયા આરઝૂ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીની સાથે વિવાહ કરનારી છે, જેની તૈયારીઓ ચાલી રહી છે. શામિયા એર અમીરાતમાં ફ્લાઇટ એન્જિનિયર છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જન્મેલા હસન અલી અને નૂંહના ચંદેની નિવાસી શામિયાના નિકાહ દુબઈની એટલાન્ટિસ પાસ જુબેરા પાર્કમાં થશે.
શામિયા એર અમીરાતમાં ફ્લાઇટ એન્જિનિયર છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જન્મેલ હસન અલી અને નૂંહના ચંદેની રહેવાસી શામિયાની દુબઈ ખાતે એટલાંટિસ પામ જુબેરા હોટલમાં લગ્ન થશે. એક ખાનગી મીડિયા સાથે વાત કરતા શામિયાના પિતા ભૂતપૂર્વ બીડીપીઓ લિયાકત અલીએ જણાવ્યું કે પરિવારના લગભગ 10 સભ્ય 17 ઓગસ્ટે દુબઈ જઈ રહ્યા છે.
ઉપરાંત તેમણે કહ્યું કે દીકરીના લગ્ન તો કરવાના છે, તે ભારત હોય કે પછી પાકિસ્તાનમાં, તેનાથી ફરક નથી પડતો. ભાગલાના સમયે ઘણા સગા-વહાલાં પાકિસ્તાન ચાલ્યા ગયા હતા, જેમની સાથે આજે પણ વાત થાય છે. આપને જણાવી દઈએ કે શામિયાએ માનવ રચના યુનિવર્સિટીથી બિટેક(એરોનેટિકલ)ની ડિગ્રી લીધી છે. લિયાકત અલીએ જણાવ્યું કે પાકિસ્તાનના પૂર્વ સાંસદ અને પાકિસ્તાન રેલવે બોર્ડના ચેરમેન રહેલા સરદાર તુફૈલ ઉર્ફે ખાન બહાદુર અને મારા દાદા સગા ભાઈ હતા. તેમનો પરિવાર આજે પાકિસ્તાનના કસૂર જિલ્લાના કચ્ચી કોઠી નઇયાકીમાં રહે છે અને તેમના દ્વારા જ સંબંધ નક્કી થયો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
બિઝનેસ
ક્રાઇમ
Advertisement