(Source: ECI/ABP News/ABP Majha)
PKL: પ્રૉ કબડ્ડી લીગમાં આજે પટના-દિલ્હી વચ્ચે સિઝન-8ની ફાઇનલ મેચ, કઈ ચેનલ પર કેટલા વાગ્યાથી થશે પ્રસારણ, લાઈવ સ્ટ્રીમિંગ કઈ એપ પર દેખાશે ? જાણો
પ્રૉ કબડ્ડી લીગની સિઝન 8માં આજે ફાઇનલ મેચ રમાશે, આજે ખિતાબ માટે પટના પાયરેટ્સ અને દબંગ દિલ્હી કેસી આમને સામને થશે.
Pro Kabaddi League 2021-22, Final : પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League)માં આજે સિઝન 8 માટેની ફાઇનલ મેચ રમાશે. એકબાજુ ત્રણ વારની ચેમ્પીયન ટીમ પટના પાયરેટ્સ છે તો બીજી બાજુ ગઇ સિઝનની ઉપવિજેતા ટીમ દબંગ દિલ્હી કેસી છે. પટના (Patna Pirates) અને દિલ્હી (Dabang Delhi KC) બન્ને ટીમો આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પહોંચી છે.
આજે ક્યારે અને ક્યાં જોઇ શકાશે મેચ. વાંચો અહીં.....
1. પ્રૉ કબડ્ડી લીગની ફાઇનલ મેચમાં કઇ કઇ ટીમો વચ્ચે થશે મુકાબલો ?
પ્રૉ કબડ્ડી લીગની સિઝન 8માં આજે ફાઇનલ મેચ રમાશે, આજે ખિતાબ માટે પટના પાયરેટ્સ અને દબંગ દિલ્હી કેસી આમને સામને થશે.
2. આ મેચ ક્યારે રમાશે ?
પ્રો કબડ્ડ લીગમાં આજે 25 ફેબ્રુઆરીએ સાંજે 8.30 વાગે સિઝન 8ની ફાઇનલ મેચ રમાશે.
3. મેચ કઇ ચેનલ પર જોઇ શકાશે ?
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો લાઇવ ટેલિકાસ્ટ થઇ રહી છે. આમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટસ્ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ કન્નડ ચેનલ સામેલ છે.
4. મેચને ક્યાંથી જોઇ શકાશે ઓનલાઇન ?
પ્રૉ કબડ્ડી લીગની મેચને ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે.
બન્ને ટીમોના સંભવિત શરૂઆતી 7 ખેલાડીઓ-
પટના પાયરેટ્સ ટીમ-
પ્રશાંત કુમાર રાય (કેપ્ટન), સચિન તંવર (રેડર), ગુમાન સિંહ (રેડર), નીરજ કુમાર (ડિફેન્ડર), મોહમ્મદરજા ચિયાનેહ (ડિફેન્ડર), સાજિન ચંદ્રશેખર (ડિફેન્ડર), સુનિલ (ડિફેન્ડર).
દબંગ દિલ્હી કેસી ટીમ-
જોગિન્દર નરવાલ (કેપ્ટન), નવીન કુમાર (રેડર), જીવા કુમાર (ડિફેન્ડર), મંજિત છિલ્લર (ડિફેન્ડર), આશુ મલિક (ઓલરાઉન્ડર), સંદીપ નરવાલ (ઓલરાઉન્ડર), વિજય મલિક (રેડર).
શું કહે છે આંકડાઓ-
પ્રૉ કબડ્ડી લીગના ઇતિહાસમાં પટના પાયરેટ્સ અને દબંગ દિલ્હી કેસીની વચ્ચે અત્યાર સુધી 14 મેચો રમાઇ છે, જેમાં પટના પાયરેટ્સને 7 વાર સફળતા મળી છે, તો દિલ્હી ત્રણવારની ચેમ્પીયનને 6 વાર માત આપી ચૂકી છે. આ સિઝનમાં રમાયેલી બન્ને મેચોમાં પટનાને હારનો સામનો કરવો પડ્યો હતો. એટલુ જ નહીં સિઝન 7માં પણ પટનાને દિલ્હી વિરુદ્ધ એકપણ મેચમાં જીત ન હતી મળી. બન્ને વચ્ચે એક મેચ માત્ર બરાબરી પર ખતમ થયો હતો.
પટનાને બન્ને લીગ મેચમાં દિલ્હી સામે મળી ચૂકી છે હાર-
સિઝન 8માં પટના પાયરેટ્સ અને દબંગ દિલ્હીની વચ્ચે લીગમાં બે મેચો રમાઇ છે. જેમાં બન્ને વાર પટનાને હારનો સામનો કરવો પડ્યો છે. જોકે દબંગ દિલ્હીના કૉચ કૃષ્ણ હૂડ્ડાએ (Krishan Hooda) મેચ પહેલા કહ્યું કે, પટનાની ટીમ પણ એક સારી ટીમ છે, પરંતુ હુ મારી ટીમને પણ કમ નથી સમજી રહ્યો. મેચ રમાશે, જો તેમનો દિવસ સારો હશે તો તે જીતશે અને અમારો દિવસ સારો હશે તો અમે જીતીશુ.
નવીન અને મોહમ્મદરજા પર સૌની નજર-
પ્રૉ કબડ્ડી લીગની સિઝન 8માં રેડર અને ડિફેન્ડરમાં બે ખેલાડીઓ સૌથી વધુ ચર્ચિત રહ્યાં છે. એક બાજુ રેડર તરીકે નવીન કુમાર જે દિલ્હીમાંથી સતત રેડમાં સફળ રહ્યો છે, તો બીજીબાજુ પટના પાયરેટ્સનો મોહમ્મદરજા શાદલુ જેને આ વખતે જબરદસ્ત રીતે ડિફેન્સ કર્યુ છે. પટનાનો મોટાભાગનો આધાર આ સિઝનમાં મોહમ્મદરજા પર જ રહ્યો છે.