(Source: ECI/ABP News/ABP Majha)
Weather Update: આકરા તાપના કારણે રાજ્યમાં ગરમી સંબંધિત બિમારીના કેસમાં પણ મોટો વધારો થયો
આકરા તાપના કારણે રાજ્યમાં ગરમી સંબંધિત બિમારીના કેસમાં પણ મોટો વધારો થયો છે. અમદાવાદ સહિત રાજ્યભરની હોસ્પિટલમાં ગરમીના કારણે લૂ લાગવાના અને બેભાન થવાના કેસ વધ્યા છે. અમદાવાદમાં મે મહિનાના આરંભથી 16 મે સાંજ સુધીમાં ગરમી સંબંધિત બિમારીને 3 હજાર 800થી વધારે કેસ 108 સર્વિસમાં નોંધાયા હતા. જેમાં પેટને દુખાવાને લગતા 2 હજાર 524, હાઈફિવરના 464, સર્વાઈલ હેડેકના 109, તો મુર્છિત થવાના 771 કેસનો સમાવેશ થાય છે. જેમાં મનપા સંચાલિત હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 189 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. તો આકરા તાપના કારણે સવારે 11 વાગ્યાથી રાજ્યના રસ્તાઓ સુમસામ બની રહ્યા છે. બપોરના સમયે કામકાજ માટે બહાર નીકળનારા લોકોની હાલત કફોડી બની રહી છે. અતિશય ગરમીના કારણે આરોગ્ય વિભાગે લોકોને બહાર નીકળતા સમયે પાણીની બોટલ સાથે લીંબી શરબત, છાશ જેવા પ્રવાહીનું સેવન કરવા અપીલ કરી છે.