![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bhavnagar: બુધેલ ગ્રામ પંચાયતને છેલ્લા ૧ મહિનાથી તાળા લાગ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ભાવનગરમાં બુધેલ ગ્રામ પંચાયત કચેરીની બહાર તલાટીની રાહ જોઈને બેઠાં છે ગ્રામજનો. એક મહિલા કહી રહી છે કે, તેનો આ ત્રીજો ધક્કો છે. તો એક મહિલા કહી રહી છે કે તેનો તો આ સાતમો ધક્કો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો છે ભાવનગરથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલા બુધેલ ગામનો. ગ્રામજનોના મતે, બુધેલ ગ્રામ પંચાયતમાં તલાટી અને વહીવટદારનું શાસન ખાડે ગયું છે. છેલ્લા એક મહિનાથી અહીં તાળું જ લાગેલું છે. તલાટી દીપક બલદાણીયાએ તો પોતાનો ફોન જ સ્વીચ ઓફ કરી દીધો છે. ગ્રામજનોનો આરોપ છે કે, તલાટી પોતાના બિઝનેસમાં જ વ્યસ્ત છે. તો વહીવટદાર ભરતભાઈ પણ પંચાયત કચેરીએ નથી આવી રહ્યા. વર્ષ 2022થી બુધેલ ગ્રામ પંચાયત કચેરીમાં વહીવટદારનું શાસન ચાલે છે. તલાટી અને વહીવટદાર તો બદલાતા રહ્યા. પણ ગ્રામજનોના કામ જ નથી થઈ રહ્યા...ગામના ખેડૂતો. વિદ્યાર્થીઓ દરરોજ પંચાયત કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે.
![Bhavnagar | પાલિતાણાની ધ્રુજી ગઈ ધરા...રાત્રે 9 વાગ્યે આવ્યો ભૂકંપનો આચંકો Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/a709b31a92a53e57a6af16ecdc99a23a1718935643713722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Bhavnagar: બુધેલ ગ્રામ પંચાયતને છેલ્લા ૧ મહિનાથી તાળા લાગ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/297962f80f5c601ed2264b96146266a517187981944601012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Bhavnagar News । ભાવનગર જિલ્લાના પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/17/c49f19e9d4a048f5ae8a8ac378cae2a81718623889990922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Bhavnagar: ભાવનગરમાં 1500 ઇમારતો જર્જરીત હોવાથી નાગરિકોના જીવને જોખમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/50802ee27e9a36d3a9ddbff73458e02517185421290831012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Bhavnagar Rain | ધોધમાર વરસાદ તૂટી પડતા ગારીયાધારના થયા કંઈક આવા હાલ... જુઓ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/39871a7f20e3893d6b5fb22bb12867be1718514027418722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)