Big Breaking News | ગુજરાતના ખેડૂતોને પાક સહાયને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર | ABP Asmita
Big Breaking News | રાજ્યમાં ભારે વરસાદના પગલે કૃષિ વિભાગે ફરી નુકસાનીનો સર્વે શરૂ કર્યો છે. ૧૨ જિલ્લાઓમાં ખેતીના પાક અંગે સર્વે શરૂ કરવામાં આવ્યો છે, અને ૬૦૦ જેટલી કૃષિ વિભાગની ટીમ સર્વેમાં જોડાઈ છે. ૪૦૦૦ જેટલા ગામમાં નુકસાની થયાનો પ્રાથમિક અંદાજ છે. મગફળી, કપાસ અને એરંડાના પાકમાં વ્યાપક નુકસાન થયું હોઈ શકે છે. સાથે જ શેરડી, ડાંગર, શાકભાજી, મકાઈ, તલ અને ડુંગળીના પાકને પણ નુકસાન થયું હોઈ શકે છે. ૧૨ જિલ્લાઓમાં ખેતી પાકના નુકસાન અંગે સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે, અને હજાર જેટલા ગામોમાં નુકસાની થયાનો પ્રાથમિક અંદાજ છે. મગફળી, કપાસ, એરંડા, શાકભાજી, શેરડી, ડાંગર સહિતના પાકને નુકસાન થયું હોઈ શકે છે.
ચોમાસાની આ ઋતુની અંદર જે પ્રમાણે વરસાદ વર્ષો અને વધારે પડતો વરસાદ વર્ષો તેને લઈ અને રાજ્ય સરકાર દ્વારા એક ખેડૂતોને મદદરૂપ થવા માટે પેકેજ જાહેર કરી દીધું છે. એ દરમિયાન જે વરસાદની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિશ્રાંતો દ્વારા તેના કારણે કૃષિ વિભાગે ત્યારે કેટલાક જિલ્લાઓમાં સર્વે પૂર્ણ કર્યો જેની અંદર પોરબંદર દ્વારકા નો સમાવેશ થતો હતો. બાકીના જે જિલ્લાઓ છે ત્યાં સર્વેની કામગીરી અટકાવી હતી કારણ કે ફરીથી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
જેના આધારે હવે વરસાદ અટક્યો હોય તેવું લાગી રહ્યું છે એના કારણે કૃષિ વિભાગે જે સર્વેની કામગીરી અટકાવી હતી એ ફરીથી શરૂ કરી છે અને એક અંદાજ પ્રમાણે ૧૨ જેટલા જિલ્લામાં ૬૦૦ ટીમ દ્વારા અત્યારે હાલ સર્વેની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે. પ્રારંભિક અંદાજ જે મૂકવામાં આવ્યો છે એ મુજબ ૪૦૦૦ ગામડાઓ એવા છે કે જ્યાં ખેડૂતોને તેમને વાવણી જે કરી હતી ખેતીનો જે પાક છે તેમાં નુકસાન થયું હોય એ પ્રકારેનો પ્રારંભિક અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે જેની અંદર મગફળી કપાસ. એને વ્યાપક પ્રમાણમાં એરંડામાં પણ નુકસાન થયું હોય તે પ્રકારેનો અંદાજ વ્યક્ત કર્યો છે.
આ ઉપરાંત તલનો પાક છે. ડુંગળી છે. ડુંગળી આવા જે પાકો છે એને પણ નુકસાન થયું હોવાનું નોંધવામાં આવી રહ્યું છે પરંતુ એ કેટલા પ્રમાણમાં નુકસાન છે એ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જાહેર થશે. જો કે અત્યારે જે પ્રમાણે સર્વે કલેક્ટર કચેરીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જો વરસાદ નહીં પડે તો આ સર્વે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે. પરંતુ જો અધવચ્ચે ફરી વરસાદ વરસશે તો જે જિલ્લાની અંદર વરસાદ વરસશે એ જિલ્લામાં ફરી સર્વેની કામગીરી અટકાવવામાં આવશે.