Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે મોટો વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલોની સંખ્યા હજુ વધી શકે છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કેસની તપાસ ચાલી રહી છે.
બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે. તાજેતરમાં પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. આ સિવાય અહીં અલગતાવાદી બળવો પણ વધી રહ્યો છે.
પોલીસે મામલાની માહિતી આપી
વરિષ્ઠ પોલીસ અધિક્ષક (ઓપરેશન્સ) મુહમ્મદ બલોચે જણાવ્યું હતું કે, રેલ્વે સ્ટેશનની અંદર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે પેશાવર જતી એક્સપ્રેસ તેના ગંતવ્ય માટે રવાના થવાની હતી. વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અને બચાવકર્મીઓ વિસ્ફોટના સ્થળે પહોંચી ગયા હતા.