શોધખોળ કરો
અમદાવાદઃ યુવતીને બનેવી સાથે બંધાયા સંબંધ, બંનેએ મળીને પતિનું કાઢી નાંખ્યું કાસળ

1/4

દિલીપભાઈ ચાંદલોડિયામાં પત્ની સાથે ભાડેથી રહેતા હતા અને ઇસ્ત્રીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ગત 31મી જુલાઇએ દરિયાપુર સ્થિત તેમની દુકાને ગયા હતા. અહીંથી તેઓ સાંજે તેમના સાળાના ઘરે ગયા હતા અને અહીંથી જમીને નીકળી ગયા હતા.
2/4

અમદાવાદઃ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતાં યુવકની પત્નીએ જ બનેવી સાથે મળીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 31મી જુલાઇએ થયેલી હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. યુવકના સાઢુભાઈએ જ પત્ની સાથે મળીને યુવકની ગળું કાપીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
3/4

આ પછી તેઓ ઘરે ન પહોંચતા પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ જગતપુર રોડ પરથી તેમની ગળું કાપીને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ હત્યા પ્રકરણમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં દિલીપની પત્નીના આડાસંબંધની વાત સામે આવી હતી. આથી તે દિશામાં તપાસ કરતાં પત્નીએ જ બનેવી સાથે મળીને હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું.
4/4

આ અંગેની વિગતો એવી છે કે, ઉમા ફ્લેટમાં રહેતા દિલીપ પંચાલ(ઉ.વ.40)ની પત્નીને તેના બનેવી સાથે આડાસંબંધો હતો. આ સંબંધમાં દિલીપ આડખીલી રૂપ બનતો હોવાથી યુવતીએ તેના બનેવી સાથે મળીને દિલીપની હત્યા કરી નાંખી હતી અને લાશ જગતપુર રોડ પર બીએસએનલ ટેલિફોન એક્ષચેન્જ પાછળની ઝાળીમાં ફેંકી દીધી હતી.
Published at : 02 Aug 2018 03:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
દેશ
Advertisement
