ગુજરાતનાં વિકાસમાં અવરોધ ઊભો કરનારા કોઈપણ શખ્સને છોડાશે નહીં. જો કે છેલ્લા 72 કલાકમાં એકપણ ગંભીર ગુનો બન્યો નથી. કેન્દ્ર અને રાજ્યની પોલીસે તાત્કાલીક શાંતિ સ્થપાય તેવી વ્યવસ્થા કરી હતી. ઠાકોર સમાજના લોકોનાં નામ પણ ખુલ્યા છે. રાજ્યભરમાંથી કુલ 533 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
2/4
આઈટી એક્ટ 7 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. તેમજ પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા અત્યાર સુધીમાં કોંગ્રેસનાં 20 જેટલા આગેવાનોના નામ ખુલ્યા છે. હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વધુ લોકોની ધરપકડ થાય તેવી શક્યતા છે.
3/4
ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોણે ઉશ્કેરણીજનક મેસેજ બનાવીને ક્યાં ક્યાં મોકલ્યા છે. તેમાં ક્યા પક્ષ કે સંગઠનનાં આગેવાનો કે નેતાઓ જોડાયેલા છે તે તમામ મુદ્દાઓની તપાસ અમદાવાદની સાયબર ક્રાઈમની ટીમે શરૂ કરી છે.
4/4
અમદાવાદ: પરપ્રાંતીય નાગરીકો પર હૂમલા કર્યા બાદ શરૂ થયેલી હિજરતને કારણે ગુજરાત સરકાર દેશભરમાં ઘણી જ બદનામ થઈ છે. આથી સરકારે હવે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે. આ મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પરપ્રાંતીય લોકો પર હૂમલો કરનારા લોકોને છોડવામાં નહીં આવે. ગુજરાતનાં ઔદ્યોગિક એકમોની જવાબદારી અમારી છે.