(Source: ECI/ABP News/ABP Majha)
શિવની નટરાજ મૂર્તિનું શું છે રહસ્ય ? શિવ તાંડવના કેટલા છે પ્રકાર, જાણો
સામાન્ય રીતે આપણે નટરાજની મૂર્તિનું રહસ્ય નથી જાણતા, હકીકતમાં નટરાજ શિવના તાંડવ સ્વરૂપનું પ્રતીક છે
(જ્યોતિષાચાર્ય તુષાર જોશી)
સૃષ્ટિના સૌથી શક્તિશાળી દેવતા ભગવાન શિવ, શિવની અભિવ્યક્તિ 'નટરાજ' ના રૂપમાં પણ થઇ છે,'નટરાજ' જેને 'પ્રાણશક્તિ'ના પ્રતીક તરીકે પણ ઓળખવામાં આવે છે. આનંદ તાંડવઃ કરતા શિવ પ્રતીક છે બધા વ્યતક-અવ્યતક આધારનું, આધુનિક ભૌતિક વિજ્ઞાન શીખવે છે કે નિર્માણ અને પ્રલય ની પ્રક્રિયા બ્રહ્માંડમાં જીવનના આરંભ અને અંત જોડે નથી જોડાયેલી,પરંતુ તે આખી સૃષ્ટિના કણ-કણ સાથે જોડાયેલી છે.
શિવના નટરાજ બધા તત્વોનો આધાર છે, આધુનિક ભૌતિકશાસ્ત્ર શીખવે છે કે બધા ઉપ -પરમાણ્વિક એક ઉર્જા-નૃત્ય કરે છે,અને એ એક પોતે પણ ઉર્જા-નૃત્ય જ છે, સર્જનાત્મકતા અને વિનાશ એક સતત પ્રકિયા છે.
શિવની આ મુદ્રા યાદ અપાવે છે કે બ્રહ્માંડ સતત ગતિમાન છે
આપણે પોતે પણ ભૌતિક વિજ્ઞાન પ્રમાણે શિવનું 'આનંદ-તાંડવ' ઉપ -પરમાણ્વિક કણનું 'ઉર્જા-નૃત્ય' જ છે, જે આધાર છે અસ્તિત્વ અને બધી કુદરતી ઘટનાનું. દિવસના અજવાળામાં સુરજ હલચલથી ભરેલો હોય છે, ત્યારે શિવ પણ નૃત્ય મુદ્રામાં હોય છે, જે આપણને યાદ અપાવે છે કે બ્રહ્માંડ સતત ગતિમાન છે, જે તે પોતે પરિવર્તન કરે છે અને તે સ્થિર તો ક્યારે નથી રહ્યા. શિવ, તેમની આ મુદ્રા આપણને હંમેશા યાદ આપાવે છે કે બ્રહ્માંડના ઘણા બધા રહસ્યની આપણને ખબર નથી, હિન્દુ ધર્મ વિશ્વના એ મહાન ધર્મમાંથી એ છે કે કે જેના પ્રમાણે આ બ્રહ્માંડની ઉત્પત્તિ અને વિનાશની પ્રક્રિયા હંમેશા ચાલુ હોય છે.
હિન્દુ ધર્મ એકલો એવો ધર્મ છે કે જે પ્રમાણે આપણા દિવસ અને રાતની જેમ સ્વયં બ્રહ્મા ના પણ દિવસ અને રાત હોય છે, આપણો 24 કલાકનો દિવસ અને રાત અને બ્રહ્માના દિવસ અને રાતની અવધિ લગભગ 20 કરોડ વર્ષની હોય છે, હિન્દુ ધર્મ એક સતત પ્રક્રિયાની વાત કરે છે.
નટરાજની મૂર્તિનું શું છે રહસ્ય
સામાન્ય રીતે આપણે પણ નટરાજની મૂર્તિનું રહસ્ય નથી જાણતા, હકીકતમાં નટરાજ શિવના તાંડવ સ્વરૂપનું પ્રતીક છે, આપણામાંથી ઘણા બધા લોકો તાંડવ નૃત્યને શિવના ઉગ્ર સ્વરૂપ સાથે જોડીને જોવે છે, પણ હકીકતમાં એવું નથી.
શિવ તાંડવના બે પ્રકાર છે, પહેલું છે 'તાંડવ', શિવનું આ રૂપ 'રુદ્ર' કેહવામાં આવે છે, જયારે બીજું છે 'આનંદ તાંડવ', શિવનું આ રૂપ નટરાજ કહેવામાં આવે છે. રુદ્ર રૂપમાં શિવ સમગ્ર બ્રહ્માંડના સંહારક બની જાય છે અને સર્નની બહાર લાગેલી નટરાજની પ્રતિમા 'સૃષ્ટિ નિર્માણ' નું પ્રતીક છે.
1 ‘સૃષ્ટિ‘ : નિર્માણ , રચના
2 ‘સ્તિથી’ : સંરક્ષણ , સમર્થન
3 ‘સંહાર’ : વિનાશ
4 અવ્યવસ્થા : પ્રલોભન
5 પ્રાપ્તિ : મુક્તિ
આ બે શબ્દો જોડીને બન્યો છે નટરાજ શબ્દ
નટરાજ બે શબ્દો 'નટ' એટલે કલા અને રાજને જોડીને બનેલું છે, આ સ્વરૂપમાં શિવ કલાઓનો આધાર છે.
નટરાજ શિવની પ્રાચીન મૂર્તિની ચાર ભુજા છે, તેની ચારે બાજુ અગ્નિનો ઘેરાવો છે, શિવએ તેમના એક પગથી એક વામનને દબાવી રાખ્યો છે. બીજો પગ નૃત્ય મુદ્રામાં ઉપરની બાજુ ઉઠાવેલો છે, શિવે તેમના ડાબા હાથમાં ડમરું પક્ડયું છે. ડમરુનો આવાજ અહીં તેની બનાવટનું પ્રતીક છે, ઉપરની તરફ ઉઠાવેલા બીજા હાથમાં અગ્નિ છે. અહીં અગ્નિ વિનાશનું પ્રતીક છે, એનો અર્થ એ છે કે શિવ એક હાથથી નિર્માણ અને બીજા હાથથી વિનાશ કરે છે.
શિવનો ત્રીજો જમણો હાથ અભય મુદ્રામાં ઉઠાવેલો છે, તેમનો ચોથો ડાબો હાથ તેમના ઉઠાવેલા પગની તરફ ઈશારો કરે છે, તેનો અર્થ એ છે કે શિવના ચરણોમાં જ મોક્ષ છે, શિવના પગની નીચે દબાયેલો વામન દાનવ અજ્ઞાનનું પ્રતીક છે, જે શિવ દ્વારા નાશ કરવામાં આવે છે. ચારે બાજુ સળગતી જ્વાળા આ બ્રહ્માંડનું પ્રતીક છે, શિવની સંપૂર્ણ આકૃતિ ૐકાર સ્વરૂપમાં જોવા મળે છે, વિદ્વાનોના માનવા અનુસાર તે એ વાર બાજુ ઈશારો કરે છે કે ૐ શિવમાં જ નિશ્ચિત છે.
Disclaimer: ઉપર રજૂ કરવામાં આવેલા વિચાર લેખકના વ્યક્તિગત વિચાર છે. એબીપી ન્યૂઝ ગ્રુપ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી. આ લેખ સાથે જોડાયેલા તમામ દાવા કે વાંધા માટે માત્ર લેખકની જ જવાબદારી છે.
Join Our Official Telegram Channel: