શોધખોળ કરો

Randhan chhath 2022: રાંધણ છઠ કેમ મનાવવામાં આવે છે ? જાણો કયા નિયમોનું કરવું પડે છે પાલન

Randhan chhath: રાંધણ છઠ એ ગુજરાતી કેલેન્ડરમાં મહત્વનો દિવસ છે. તે કેલેન્ડરમાં શીતળા સાતમના એક દિવસ પહેલા આવે છે.

Randhan chhath 2022: શ્રાવણ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી સિવાય પણ અનેક તહેવારો આવે છે. રાંધણ છઠ એ ગુજરાતી કેલેન્ડરમાં મહત્વનો દિવસ છે. તે કેલેન્ડરમાં શીતળા સાતમના એક દિવસ પહેલા આવે છે. શ્રાવણ માસમાં વદ સપ્તમીના દિવસે શીતળા સાતમ ઉજવવામાં આવે છે. રાંધણ છઠ તેના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. 17 ઓગસ્ટ, 2022ના રોજ રાંધણ છઠ છે.

રાંધણ છઠ એક સ્વતંત્ર તહેવાર નથી પરંતુ શીતળા સાતમનો એક ભાગ છે, જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે. શીતળા સાતમના દિવસે તમામ પ્રકારની રસોઈ પર પ્રતિબંધ હોવાથી મોટાભાગના ગુજરાતી પરિવારો રાંધણ છઠના દિવસે ભોજનની વ્યવસ્થા કરે છે. રસોઈ માટે મહત્વનો દિવસ હોવાથી તેને 'રાંધણ' (રસોઈનો દિવસ) છઠ નામ આપવામાં આવ્યું હતું.

શું છે ધાર્મિક માન્યતા

ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણના જન્મના બે દિવસ પહેલા તેમના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો. આ દિવસ, જે  શ્રાવણ મહિનાના વદ પક્ષમાં આવે છે, તેને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે. તેથી, આ દિવસે ઉપવાસ અને ભગવાનની પૂજા કરવાનો પણ નિયમ છે. વ્રતની વિધિ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.

રાંધણ છઠ કેવી રીતે ઉજવવામાં આવે છે?

આ વ્રત રાખનારી મહિલાઓ બપોર સુધી કંઈ ખાતી નથી અને પછી પોતાના ઘરમાં પવિત્ર સ્થાન પર દેવીની પૂજા કરે છે અને છઠ્ઠી માતાની આકૃતિ યોગ્ય દિશામાં બનાવે છે. પૂજામાં દહીં, ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. આ વ્રતનું પાલન કરવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ વ્રતમાં હળની પૂજા કરવામાં આવે છે, તેથી હળમાંથી ખેડેલા અનાજ અને ફળ ખાવામાં આવતા નથી.  

Randhan chhath 2022: રાંધણ છઠ કેમ મનાવવામાં આવે છે ? જાણો કયા નિયમોનું કરવું પડે છે પાલન

રાંધણ છઠમાં આ નિયમોનું કરવું પડે છે પાલન

  • આ વ્રતમાં ગાયનું દૂધ કે દહીં  ઉપયોગમાં લઈ શકાતું નથી.
  • આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે.
  • કોઈ ખેડેલું અનાજ કે ફળ ખાઈ શકાતું નથી.

ઉત્તર ભારતમાં ઓળખાય છે હળ છઠ તરીકે

ઉત્તર ભારતમાં, જન્માષ્ટમી પહેલા આવતી આ છઠને હલ ષષ્ઠી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ તેમના બાળકોના સારા સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે વ્રત રાખે છે. આ દિવસે વ્રત રાખનાર મહિલાઓ હળ વડે ખેડેલી વસ્તુનું સેવન કરતી નથી. હળ છઠનો દિવસ બલરામજીને સમર્પિત છે અને તેમનું મુખ્ય શસ્ત્ર હળ હતું, જેના કારણે હળ દ્વારા ખેડાણ કરીને ઉગાડવામાં આવતી વસ્તુઓનું સેવન થતું નથી. ભગવાન બલરામને શેષનાગના અવતાર તરીકે પૂજવામાં આવે છે.

હળ છઠ સિવાય આ નામે પણ ઓળખાય છે

આ શુભ તહેવારને હલષ્ટી, હળ છઠ, હરચ્છથ વ્રત, ચંદન છઠ, તિંછી, તીન્ની છઠ, લાલી છઠ, કમર છઠ અથવા ખમર છઠ જેવા વિવિધ નામોથી પણ ઓળખવામાં આવે છે. તેમજ આ દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે.

રાંધણ છઠ નિમિત્તે ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે

  • રાંધણ છઠના દિવસે બનાવવામાં આવતી રસોઈ, ખોરાકનો બીજા દિવસે  જમવામાં ઉપયોગ કરવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ચૂલાને ઠારવામાં આવતા હોવાથી છઠના દિવસે બનાવેલી રસોઈ ખાવાનો મહિમા છે.
  • પરિવારની તમામ મહિલાઓ રસોઈમાં ભાગ લે છે.  આ દિવસે તૈયાર કરવામાં આવતો ખોરાક રોજીંદા કરતા અલગ હોય છે. આજે પ્રાદેશિક વાનગીઓ ઉપરાંત લોકો થોડા દિવસો માટે સ્ટોર કરી શકાય તેવી વાનગીઓ બનાવે છે.
  • આ દિવસે બનતી ખાસ વાનગીઓમાં મીઠાઈ,  ગુલાબ જાંબુ, શક્કરપારા, મોહનથાળ, શાક, બાજરીના રોટલા, વિવિધ પુરીઓ, થેપલા, મીઠા ઢેબરા, પરોઠા, સાબુદાણાની ખીચડી, મમરા,ચેવડોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લોકો પાણીપુરી, ભેલપુરી જેવી બીજા દિવસે જમવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી વાનગીઓ બનાવે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલોValsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
Embed widget