પાવાગઢ જૈન મૂર્તિ વિવાદઃ જૈન મહારાજ પૂ. વિરાગ ચંદ્ર સાગર ભાવવંતનું મોટું નિવેદન, આપણે નોટ બેંક છીએ, વોટ બેંક નથી એટલે દર વખતે.....
પાવાગઢમાં જૈન મંદિરમાં જૈન મૂર્તિ ખંડિત થયા બાદ સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી પહોચી રજૂઆત કરી હતી.

Surat News: પાવાગઢમાં પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત (shattering of Jain Tirthankara idols in Pavagadh) થતા જૈન સમાજમાં (Jain community) રોષ જોવા મળ્યો હતો. પાવાગઢમાં જૈન મંદિરમાં મૂર્તિ ખંડિત થતાં વિવાદને લઈ રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે ભેગા થયા હતા. જ્યાં સમાજના આગેવાનોએ પોલીસ મથકે આવેદન પત્રક (Leaders of the Jain community petitioned collectors) આપ્યું હતું. પાવાગઢમાં જૈન મંદિરમાં જૈન મૂર્તિ ખંડિત થયા બાદ સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી પહોચી રજૂઆત કરી હતી.
જૈન મુનિએ શું કહ્યું
પાવાગઢ જૈન તિર્થંકરોની મૂર્તિ ખંડિત થવાના મામલો જૈન મહારાજ પૂ.વિરાગ ચંદ્ર સાગર ભાગવંતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, આપણે નોટ બેંક છીએ વોટ બેંક નથી, એટલે આપણે દર વખતે આજીજી કરવી પડે છે. આવતીકાલે આપણે વોટ બેંક વધારવી પડશે. આ આંદોલન આપણને પૂછે છે. ચાર નોકરો પાળવા કરતા એક સંતાન વધુ ઉછેરો. અહીંયા આપણે બેઠા છીએ એ એમની મજબૂરી છે,નહીંતર એ લોકો અપણને ધક્કો મારી ગેટ આઉટ કરી દેત.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું
આજે સમગ્ર મામલે સરકારે તપાસ અને નોંધ લીધા બાદ પંચમહાલ કલેક્ટરને જૈન તીર્થકરોની ખંડિત મૂર્તિઓ અંગે એક્શન લેવાના ઓર્ડર આપ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પંચમહાલ કલેક્ટરને મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાનો આર્ડર આપ્યા છે.
પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત થવાને લઈ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી. મૂર્તિઓનું ફરીથી સ્થાપન કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પંચમહાલ કલેક્ટરને સૂચના આપી હતી. નોંધનીય છે કે પાવાગઢમાં જૈન તિર્થકરોની મૂર્તિ ખંડિત થતા જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. ત્યારે મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા રાજ્ય સરકારે આદેશ કર્યો હતો.
મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ પ્રતિમાઓ ઐતિહાસિક છે. પ્રતિમાઓ સાથે હજારો લોકોની આસ્થા છે. કોઈપણ ટ્રસ્ટને મૂર્તિ તોડવાની પરવાનગી આપી શકાય નહી. જોકે સંઘવીની ખાતરી બાદ પણ જૈન મુનિઓ ધરણા સમેટવા તૈયાર નથી. જૈન મુનિએ કહ્યું કે ગુનેગારોને સજા નહીં મળે ત્યાં સુધી અમે હટીશું નહી. મૂર્તિ સ્થાપિત નહીં થાય ત્યા સુધી અમે હટીશું નહીં.
#WATCH | Gandhinagar: On Pavagadh Jain temple issue, Gujarat Minister Harsh Sanghvi says, "Pavagadh is a historic land. Many Jain teerthankars' statues had been established on the mountains of Pavagadh...No trust, organisation or individual has the right to demolish such historic… pic.twitter.com/WzCiptEZoM
— ANI (@ANI) June 17, 2024
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
