શોધખોળ કરો

Five Door SUV : મહિન્દ્રા THARનું આવી રહ્યું છે નવું અને શાનદાર મોડલ, મારૂતિ જિમ્ની પણ આપશે ટક્કર

આ જૂનું 1.5L K15B પેટ્રોલ એન્જિન હાલમાં Ciaz સેડાનને પાવર આપે છે. અર્ટિગા ફેસલિફ્ટ અને વિદેશી બજારો માટે જીમ્ની 3-ડોર પણ જૂના K15B એન્જિનથી પાવર ઓપરેટ કરે છે.

Maruti Jimny Five Door: મારુતિ સુઝુકીની બહુપ્રતિક્ષિત ઑફ-રોડ SUV, જિમ્ની 5-ડોર આવતા વર્ષના ઑટો એક્સ્પો 2023માં ભારતમાં પદાર્પણ કરવા તૈયાર છે. દેશના રસ્તાઓ પર અનેકવાર આ ગાડીનું ટેસ્ટીંગ થતું જોવા મળ્યું છે. લોન્ચિંગ પહેલા જ આ SUV વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે, તો ચાલો જાણીએ શું છે તેની ખાસિયત.

એન્જિન કેવું હશે?

અગાઉ માનવામાં આવતું હતું કે, જીમ્ની 5-ડોરને હળવી હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે બ્રેઝાના 1.5L ડ્યુઅલજેટ K15C પેટ્રોલ એન્જિનથી સજ્જ કરવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, SUV K15B એન્જિન સાથે રજુ કરવામાં આવશે જે ગણતરીના બજારોમાં વેચાતી 3-ડોરની જીમ્નીમાં પણ જોવા મળે છે. આ 1462cc એન્જિન 102 bhp પાવર અને 130 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. આ એન્જિન હળવા-હાઈબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ થઈ શકે છે. જેના કારણે આ વાહનનું માઈલેજ પણ વધુ હશે. હાલમાં, 3-ડોર જિમ્નીને ટ્રાન્સમિશન વિકલ્પો તરીકે 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ મળે છે. સાથે જ કંપનીની AllGrip Pro AWD સિસ્ટમ પણ તેમાં જોવા મળે છે.

આ જૂનું 1.5L K15B પેટ્રોલ એન્જિન હાલમાં Ciaz સેડાનને પાવર આપે છે. અર્ટિગા ફેસલિફ્ટ અને વિદેશી બજારો માટે જીમ્ની 3-ડોર પણ જૂના K15B એન્જિનથી પાવર ઓપરેટ કરે છે. જૂની K15B સિરીઝના એન્જિનને કારણે આ કારની પ્રોડક્શન કોસ્ટ ઓછી થઈ શકે છે. નવી 5-ડોર જિમ્નીના ઉત્પાદનનો મોટો હિસ્સો એવા બજારોમાં નિકાસ કરવામાં આવશે કે જ્યાં ઉત્સર્જનના કડક ધોરણો નથી.

ટ્રાન્સમિશન

ભારત-વિશિષ્ટ મારુતિ જિમ્ની 5-દરવાજાને 4-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સની જગ્યાએ નવું 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર યુનિટ મળવાની શક્યતા છે, જે નવી બ્રેઝા, ગ્રાન્ડ વિટારા, અર્ટિગા અને XL6 જેવી કારમાં જોવા મળે છે. આ વાહન સુઝુકીની ઓલગ્રિપ પ્રો 4-વ્હીલ-ડ્રાઈવ ટેક્નોલોજી સાથે આવશે, જે ગ્રાન્ડ વિટારા પર ઓફર કરાયેલ ઓલગ્રિપ AWD સેટઅપ કરતાં વધુ સક્ષમ છે. ઓલ ગ્રિપ પ્રો 4WD સેટઅપમાં ઉપલબ્ધ ગિયર્સ સાથે ટોર્કમાં વધારો થયો છે. જેમાં ડ્રાઇવર ઑફ-રોડની સ્થિતિને આધારે ટુ-વ્હીલ-ડ્રાઇવ હાઇ (2H) અને ફોર-વ્હીલ-ડ્રાઇવ હાઇ (4H) વચ્ચે સ્વિચ કરી શકે છે.

ડાઈમેંશન

એક રિપોર્ટ અનુસાર, જિમ્ની લાઇફસ્ટાઇલ એસયુવીની લંબાઈ 3,850mm, પહોળાઈ 1,645mm અને ઊંચાઈ 1,730mm હશે. જ્યારે તેને 2,550mmનો વ્હીલબેઝ મળશે. જિમ્ની 3 દરવાજાની સરખામણીમાં, 5-દરવાજાની જિમ્ની 300 mm લાંબી વ્હીલબેઝ ધરાવશે અને તેની એકંદર લંબાઈ પણ 300 mm વધી જશે.

5-ડોર મહિન્દ્રા થાર પણ લોન્ચ થશે

મહિન્દ્રા તેના 5-ડોર થારને આવતા વર્ષના શરૂઆતમાં જ લોન્ચ કરી શકે છે. ઑફ-રોડર એસયુવીને 3-ડોર વર્ઝન જેવા જ એન્જિન વિકલ્પો મળશે, જેમાં 2-લિટર ટર્બો-પેટ્રોલ અને 2.2-લિટર ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે. આ એન્જિનમાં 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંનેનો વિકલ્પ મળી શકે છે. નવી થાર પર 4WD વૈકલ્પિક હોઈ શકે છે અને પ્રમાણભૂત નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Embed widget