ઋત્વિક રોશનની કઇ ફિલ્મને મળ્યું ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, જાણો વિગતે
આ ફિલ્મ વર્ષ 2003માં રિલીઝ થઇ ત્યારે મોટા પડદા પર ધમાલ મચાવી દીધી હતી. ફિલ્મની કહાનીની સાથે સાથે કેરેક્ટર પણ ગજબના હતા,
મુંબઇઃ બૉલીવુડનો સ્ટાર એક્ટર ગણાતો ઋત્વિક રોશન હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે, આ વખતે તે લવ-ગર્લફ્રેન્ડ કે કોઇ નવી ફિલ્મને લઇને નહીં પરંતુ એક જુની ફિલ્મને લઇને ચર્ચામાં છે. ખરેખરમાં, ઋત્વિક રોશનની વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ને મોટુ સન્માન મળ્યુ છે, એટલે કે ફિલ્મને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોડમાં સ્થાન મળ્યું છે.
આ ફિલ્મ વર્ષ 2003માં રિલીઝ થઇ ત્યારે મોટા પડદા પર ધમાલ મચાવી દીધી હતી. ફિલ્મની કહાનીની સાથે સાથે કેરેક્ટર પણ ગજબના હતા, ઋત્વિક રોશનની સાથે ગુજરાતી એક્ટ્રેસ અમીષા પટેલે મોટા પડદા દેખાયા હતા. બન્ને આ ફિલ્મમાં નવા હતા. બન્નેની એક્ટિંગ, ડાન્સ અને લુક્સના લાખો લોકો રાતોરાત ચાહક બની ગયા હતા. આ ફિલ્મ વર્ષ 2000ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.
અભિનેતા ઋત્વિક રોશન આ ફિલ્મમાં પ્રથમ વખત ડબલ રૉલ ભજવ્યો હતો, તો વળી એક્ટ્રેસ અમીષા પટેલે એક સામાન્ય છોકરીનો રૉલ કર્યા હતો. ખાસ વાત છે કે, કહો ના પ્યાર હૈ ને 92 એવોર્ડ મળ્યા હતા. અને ફિલ્મ માટે સૌથી વધુ એવોર્ડ મેળવવા માટે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે.
‘કહો ના પ્યાર હૈ’નું નામ 2002માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું હતું. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઉપરાંત વર્ષ 2003માં સૌથી વધુ એવોર્ડ જીતવા બદલ ફિલ્મનું નામ ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ’માં પણ નોંધાયેલું છે. જે વર્ષ એટલે કે આ ફિલ્મ 14 જાન્યુઆરી, 2000ના રોજ રીલિઝ થઈ હતી તે વર્ષે આ ફિલ્મને અલગ-અલગ કેટેગરીમાં અને ફેસ્ટિવલમાં લગભગ 92 એવોર્ડ મળ્યા હતા. જે એક વર્લ્ડ રેકોર્ડ હતો અને નવાઈની વાત એ છે કે આ ફિલ્મને 22 વર્ષ થયા છે. આજે પણ આ ફિલ્મ લોકોને ખુબ જ પસંદ આવી રહી છે
આ પણ વાંચો---
BSF Recruitment 2022: constable ના પદ પર ભરતી, 69 હજાર સુધી મળશે પગાર
Ayushman Bharat: હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો
PF ટ્રાન્સફર કરવા માંગો છો પરંતુ UAN ભૂલી ગયા છો? મિનિટોમાં આ રીતે જાણો ?
માત્ર 14 પૈસા/kmના ખર્ચમાં દોડે છે આ Electric Scooter, ડ્રાઇવિંગ લાયસન્સની પણ નથી જરૂર
IPL Auction 2022: આઈપીએલ હરાજીના પ્રથમ દિવસની શું છે વિશેષતા ? જાણો વિગત
Trending: આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ 78 વખત આવી ચૂક્યો છે પોઝિટીવ, 14 મહિનાથી છે ક્વોરેન્ટાઇન