શોધખોળ કરો
Advertisement
ગુજરાતી કહાની પર બનનારી ફિલ્મને લઇને ગુજરાતી પરિવારે કઇ હૉટ એક્ટ્રેસ પર ઠોકી દીધો કેસ, જાણો શું છે મામલો
આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગૂબાઇ કાઠિયાવાડી'ને લઇને ખુબ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે, ગંગૂબાઇના પરિવારજનોએ બૉમ્બે સિટી સિવિલ કોર્ટમાં હૂસેન જૈદી, ફિલ્મ મેકર સંજય લીલા ભંસાળી અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ વિરુદ્ધ 22 ડિસેમ્બરે એક કેસ દાખલ કર્યો છે
મુંબઇઃ આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગૂબાઇ કાઠિયાવાડી'ને લઇને ખુબ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે, પરંતુ હવે આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઇ ગઇ છે. ખરેખરમાં આ રિયલ લાઇફ પર બની રહેલી ફિલ્મને લઇને ગંગૂબાઇના પરિવારજનોએ આપત્તિ દર્શાવી છે. ગંગૂબાઇ ગુજરાતી હતી, અને તેના પરિવાર જનોએ ફિલ્મના કેરેક્ટરને લઇને વિરોધ કર્યો છે.
ગંગૂબાઇના પરિવારજનોએ બૉમ્બે સિટી સિવિલ કોર્ટમાં હૂસેન જૈદી, ફિલ્મ મેકર સંજય લીલા ભંસાળી અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ વિરુદ્ધ 22 ડિસેમ્બરે એક કેસ દાખલ કર્યો છે. ગંગુબાઇ તરફથી દાખલ કરવામાં આવેલા કેસ પર કોર્ટે 3થી 7 જાન્યુઆરી સુધી જવાબ આપવાનો આદેશ કર્યો છે.
હુસૈન જૈદીના પુસ્તક પર આધારિત છે ફિલ્મ
ખરેખરમાં ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડી જાણીતા રાઇટર હુસૈન જૈદીની બુક 'માફિયા ક્વિન્સ ઓફ મુંબઇ' પર આધારિત બતાવવામાં આવી રહી છે. ફિલ્મનુ શૂટિંગ સતત ચાલુ છે, અને આ બધાની વચ્ચે ગંગુબાઇના પરિવાર તરફથી ફિલ્મને લઇને સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. ફિલ્મને લઇને આલિયાના લૂકની પણ તસવીરો સોશ્યલ મીડિયા પર આવી ચૂકી છે, અને આને લઇને ફેન્સ પણ જુદીજુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. ફિલ્મ સિટીમાં આ ફિલ્મને લઇને સાડા છ કરોડનો ખર્ચ કરીને સેટ ઉભો કરવામાં આવ્યો છે.
ગુજરાતના કાઠિયાવાડની રહેવાસી ગંગૂબાઇને ખુબ નાની ઉંમરમાં દેહવ્યપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી, મુંબઇના માફિયા વર્લ્ડના કેટલાય કુખ્યાત અપરાધી ગંગૂબાઇની ગ્રાહક હતા. કમાઠીપુરામાં ગંગૂબાઇએ પોતાના કોઠા પરથી બાદમાં દેહવ્યપાર સાથે જોડાયેલી મહિલા માટે કેટલાક મહત્વના સામાજિક કામ કર્યા. આ પછી તે આ વિસ્તારમાં ખુબ જાણીતી થઇ ગઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion