શોધખોળ કરો
Advertisement
ડાયરેક્ટર સેટ પર જ મને મારા અંગે દેખાય તેવા ખુલ્લા કપડાં પહેરાવાનું કહેતો પછી શું થયું! કઈ અભિનેત્રીએ કર્યો મોટો ધડાકો
વેબ સીરીઝ ડી-કોડના નિર્માતા રોશન ગેરી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ફિલ્મ ‘કેલેન્ડર ગર્લ્સ’ની અભિનેત્રી સતરૂપા પાયનેએ તેની સામે પોલીસ ફરિયાદ કરી
મુંબઈ: વેબ સીરીઝ ડી-કોડના નિર્માતા રોશન ગેરી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ફિલ્મ ‘કેલેન્ડર ગર્લ્સ’ની અભિનેત્રી સતરૂપા પાયનેએ તેની સામે પોલીસ ફરિયાદ કરી છે. સતરૂપાએ ડી-કોડ વેબ સિરીઝમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પહેલા પણ એક અભિનેત્રીએ રોશન ગેરી પર શોષણના આરોપો નાખ્યા હતાં.
હવે મધુર ભંડારકરની ફિલ્મ ‘કેલેન્ડર ગર્લ્સ’માં જોવા મળેલી સતરૂપાએ રોશન ગેરી સામે પોલીસ સ્ટેશનમાં પૈસા ન ચૂકવવાની અને શૂટિંગ દરમિયાન પરેશાન કરવાની ફરિયાદ નોંધાવી છે. ઘટસ્ફોટ કરતાં સતરૂપાએ કહ્યું હતું કે, ઉલ્લુ એપના ડી-કોડના એક ભાગમાં મુખ્ય ભૂમિકા નિભાવવા માટે સજ્જ બનેલી સતરૂપાને સેટ પર જ કોસ્ચ્યુમ ટ્રાયલ વિના કેટલાક અંગ દેખાય તેવા ખુલ્લા કપડાં પહેરવાનું કહેવામાં આવતું હતું. જોકે બહાદુર અભિનેત્રીએ જૂકવાની ના પાડી હતી.
એક ખાનગી અંગ્રેજી વેબ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, નિર્માતા રોશન સાથે વ્યવહાર કરવો મુશ્કેલ કામ હતું. એપિસોડના શૂટિંગ દરમિયાન એક ભયંકર અનુભવ હતો. કારણ કે મને કોઈ પણ જાતના ટ્રાયલ વગર સ્લીઝી કપડાં પહેરવાનું કહેવામાં આતું હતું. મેં તે પણ કરી લીધું હતું.
મને અગાઉ કહેવામાં આવ્યું હતું કે, તે એક બોલ્ડ શૂટ હશે. હું એ સીન માટે તૈયાર પણ હતી. કારણ કે મેં પહેલાથી જ ‘ફ સે ફંટાસી’ નામની વેબ સિરીઝ કરી હતી. જેમાં કેટલાક કામુક દ્રશ્યો પણ કર્યા હતાં. હતાશ સતરૂપાએ વધુમાં કહ્યું હતું કે, રોશને મને કોન્ટ્રાક્ટ પેપર ન આપ્યા અને શૂટિંગ પૂરું થયા બાદ પણ તે મારાં સુધી આવ્યા નહતાં. વારંવાર પૂછપરછ કરવા છતાં છેલ્લા દિવસના શૂટિંગ સુધી મને ન મળ્યા.
સતરૂપાએ કહ્યું હતું કે, હવે લગભગ 90 દિવસ થયા છે અને વારંવાર કોલ કરવા છતાં પણ મારા પૈસા આપ્યા નથી. જેથી મેં ઓશીવારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પોલીસે મારી સામે તેને અનેક વખત ફોન કર્યો હતો પરંતુ તેણે કોલ ઉપાડ્યો જ નહીં. અંતે પોલીસે કહ્યું છે કે, જો મને આ મહિનાની 25મી તારીખ સુધીમાં પૈસા નહીં મળે તો રોશન સામે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion