શોધખોળ કરો
ઋષિ કપૂર અને ઇરફાન ખાનની યાદમાં કલર્સ ટીવી કરશે વર્ચ્યૂઅલ મ્યૂઝિકલ કૉન્સર્ટ
કલર્સ ટીવી દિવગંત ઋષિ કપૂર અને ઇરફાન ખાનની યાદમાં વર્ચ્યૂઅલ મ્યૂઝિકલ કૉન્સર્ટ કરશે. 10મી મેએ બપોરે 12 વાગે પ્રસારિત થનારી આ કૉન્સર્ટનુ નામ રાખવામાં આવ્યુ છે- દર્દ-એ-દિલ

મુંબઇઃ ભારતીય સિનેમાના બે દિગ્ગજ સ્ટાર્સ ઋષિ કપૂર અને ઇરફાન ખાન દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. ફિલ્મ જગતથી લઇને સામાન્ય માણસ તેને યાદ કરીને શ્રદ્ધાંજલી આપી રહ્યો છે. હવે આ બન્ને દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કલર્સ ટીવી એક ખાસ કૉન્સર્ટ કરવા જઇ રહી છે.
કલર્સ ટીવી દિવગંત ઋષિ કપૂર અને ઇરફાન ખાનની યાદમાં વર્ચ્યૂઅલ મ્યૂઝિકલ કૉન્સર્ટ કરશે. 10મી મેએ બપોરે 12 વાગે પ્રસારિત થનારી આ કૉન્સર્ટનુ નામ રાખવામાં આવ્યુ છે- દર્દ-એ-દિલ.
સાંજે 5 વાગે આ વર્ચ્યૂઅલ મ્યૂઝિકલ કૉન્સર્ટને ફરીથી બતાવવામાં આવશે, આમાં કેટલીક જાણીતી હસ્તીઓ બન્ને દિવગંતોને યાદ કરતી દેખાશે.
વર્ચ્યૂઅલ મ્યૂઝિકલ કૉન્સર્ટ શૉ સાથે જોડાયેલા એક શખ્સે જણાવ્યુ કે, લૉકડાઉનના કારણે બન્ને દિવંગતોનુ સન્માન નથી કરી શકાતુ, આ કૉન્સર્ટ તેમની વિરાસતને યાદ કરવા માટે આયોજિત કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
