શોધખોળ કરો
બોલિવૂડની આ એક્ટ્રેસે ભાજપના નેતાઓની ઉડાવી મજાક, પૂછ્યું- કઈ સીટથી ચૂંટણી લડી રહ્યા છે નેહરૂ.....

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પ્રચારમાં લાગેલ તમામ પક્ષોના નેતા પોતાના વિપક્ષી દળ પર પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી ભાજપના હાલના નેતૃત્વ પર હુમલો કરી રહ્યા છે તો ભાજપ નેતા અમિત શાહ અને નરેન્દ્ર મોદી ભારતની ગરીબી સહિત તમામ મુદ્દા માટે દેશના પ્રથમ વડાપ્રધાન નેહરુને જવાબદાર ઠેરવી રહ્યા છે.
રેલીના મંચનો ઉપયોગ નેહરૂ વિરૂદ્ધ બોલવાને લઈને ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ભાજપ નેતાઓના નામ લીધા વગર મજાક ઉડાવી છે. પોતાના ટ્વિટમાં તેણે પૂછ્યું કે, પંડિત જવાહરલાલ નેહરુ ક્યાંથી ચૂંટણી લડી રહ્યા છે, હું એમને મત આપવા માગુ છું. સ્વરા ભાસ્કરે કહ્યું, ‘પંડિત જવાહરલાલ નેહરુ કઈ લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે? હું તેના વિશે વિતેલા પાંચ વર્ષથી સાંભળી રહી છું. હું વિચારું છું કે હું પણ તેમને મત આપું!’ સ્વરાનું આ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. સ્વરાના આ ટ્વિટ પર રિપ્લાઈ કરીને લોકો ખૂબ મજા લઈ રહ્યા છે.Which constituency is #PanditJawaharlalNehru standing from in #LokSabhaElection2019 ??? Heard about him so much these last 5 years, I think I will vote for him! 🤣🤣🤣
— Swara Bhasker (@ReallySwara) April 4, 2019
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ઓટો
Advertisement