ખેતી કરતાં મજૂરો માટે એક વ્યવસ્થિત કાયદો બને, દરેક ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા યોગ્ય રીતે લાગુ થાય. ખાદ્ય સુરક્ષા, સ્વાસ્થય, શિક્ષા અને ઘરની સુવિધા મળે. મજૂરોને ઠેકેદારી પ્રથાથી છુટકારો મળવો જોઇએ. ભૂમિ અધિગ્રહણના નામે ખેડૂતો પાસેથી બળજબરીથી તેમની જમીન ના છીનવાય અને કુદરતી આફતોથી પીડિત ગરીબોને યોગ્ય રાહત મળે.
2/7
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના રસ્તાંઓ પર ખેડૂતો અને મજૂરો મોટી સંખ્યમાં મોદી સરકાર સામે બાંયો ચઢાવીને રેલી કરી રહ્યાં છે. તેઓનું કહેવું છે કે સરકારની નીતિઓ ખોટી છે, મોદી સરકારે ખેડૂતો, મજૂરો અને ગરીબોને લઇને પોતાની નીતિઓ બદલવી જોઇએ. ખેડૂત અને મજૂર સંગઠનોએ મોદી સરકાર સામે પોતાની કેટલીક માંગો મુકી છે, જે નીચે પ્રમાણે છે.
3/7
4/7
5/7
ઉલ્લેખનીય છે કે, આજે બુધવારે સવારથી જ ખેડૂતો અને મજૂરો દિલ્હીમાં મોંઘવારી, ન્યૂનત્તમ ભથ્થુ, દેવામાફી સહિતના અનેક મોટા મુદ્દાઓને લઇને રસ્તાંઓ પર ઉતર્યા છે. ખેડૂતોની આ માર્ચ રામલીલા મેદાનથી શરૂ થઇને સંસદ તરફ પહોંચી છે. આમાં પૂરગ્રસ્ત કેરાલાના ખેડૂતો પણ પ્રદર્શન કરી રહ્યાં છે. ખેડૂતોની માર્ચના કારણે દિલ્હીના અનેક રસ્તાંઓ જામ થઇ ગયા હતા.
6/7
મજૂરો માટે બનેલા કાયદામાં મજૂરો વિરોધી ફેરફારો ના કરવામાં આવે. ખેડૂતો માટે સ્વામીનાથન કમિટીની ભલામણો લાગુ થાય, ગરીબ ખેતી મજૂર અને ખેડૂતોનું બધુ દેવું માફ કરવામાં આવે.
7/7
દિલ્હીના રસ્તાંઓ પર ઉતરેલા ખેડૂતો અને મજૂરોની માંગ છે કે, રોજ વધી રહેલી કિંમતો પર લગામ લગાવવામાં આવે અને ખાદ્ય વિતરણ પ્રણાલીની વ્યવસ્થાને ઠીક કરવામાં આવે. અત્યારની પેઢીને ઉચિત રોજગાર મળે અને બધા મજૂરો માટે ન્યૂનત્તમ મજૂરી ભથ્થુ 18000 રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવે.