Health Tips:વજન ઘટાડવું છે તો સાંજે વોકિંગ માટે જાવ ત્યારે ખાસ યાદ રાખો આ 7 વાત
Health Tips:સાંજે ચાલવાથી તમારું વજન ઓછું થઈ શકે છે. જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખીને ઈવનિંગ વોક શરૂ કરો છો તો જલ્દી જ તમારી મેદસ્વીતા દૂર થઈ શકે છે. આવો જાણીએ...
Health Tips:સાંજે ચાલવાથી તમારું વજન ઓછું થઈ શકે છે. જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખીને ઈવનિંગ વોક શરૂ કરો છો તો જલ્દી જ તમારી મેદસ્વીતા દૂર થઈ શકે છે. આવો જાણીએ...
જો તમે સવારે ચાલવામાં અસમર્થ હોવ તો સાંજે ચાલવાથી ફાયદો થઈ શકે છે. તે દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. આજકાલ વ્યસ્તતાના કારણે મોર્નિંગ વોક માટે જવું શક્ય નથી. આવી સ્થિતિમાં સાંજે થોડો સમય કાઢીને તમે ઈવનિંગ વૉકિંગ માટે જઈ શકો છો. તે તમને ફિટ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો કે ઈવનિંગ વોક દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ...
સાંજે ચાલતા પહેલા જાણવા જેવી 7 બાબતો
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે બપોર પછી કસરત કરવી કે ચાલવું એ શરીરના સ્નાયુઓ માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ દરમિયાન તમે તણાવમુક્ત રહીને ચાલવાની મજા માણો છો. રાત્રે જમ્યા પછી ચાલવાથી ઊંઘ સારી આવે છે, એનર્જી લેવલ પણ સારું રહે છે, મેટાબોલિઝમ સારું રહે છે અને ભૂખ ઓછી લાગે છે, જેના કારણે વજન ઝડપથી ઘટે છે.
જો તમે ઈવનિંગ વોક દ્વારા વજન ઓછું કરવા ઈચ્છો છો તો તેના માટે ચોક્કસ સમય નક્કી કરો. શરૂઆતમાં સાંજે અડધો કલાક ચાલો અને પછી સમય વધારવો.
જ્યારે પણ તમે ઇવનિંગ વોક માટે જાવ ત્યારે શરૂઆતની થોડી મિનિટો માટે તમારી સ્પીડ ઓછી રાખો. જ્યારે બોડી વોર્મ થઇ જાય બાદ ઝડપ વધારો. ઝડપી ચાલવાથી ચરબી ઝડપથી બર્ન થશે અને વજન ઘટશે.
વજન ઘટાડવા માટે, વૉકિંગ કરતી વખતે જ ફિટનેસ ગોલ સેટ કરો. તમારું વજન કરો અને દર અઠવાડિયે તપાસો કે તમને કેટલો ફાયદો થાય છે. આ વસ્તુ તમને મોટિવેઇટ કરશે.
ધીમે ધીમે ચાલવાનો સમય વધારવો અને અડધો કલાક કરો. પ્રથમ વખત તે થોડું મુશ્કેલ હોઈ શકે છે પરંતુ પછીથી તે આદત બની જશે અને તમારું વજન ઝડપથી ઘટશે.
વજન ઘટાડવા માટે, વૉકિંગ કરતી વખતે જ ફિટનેસ ગોલ સેટ કરો. તમારું વજન કરો અને દર અઠવાડિયે તપાસો કે વજન ઓછી થતાં જોઇને આપને આ માટે મોટિવેશન મળશે.
ધીમે ધીમે ચાલવાનો સમય વધારવો, શરૂઆત અડધા કલાકથી કરો. બાદ ધીમે ધીમે સમયની અવધિ વધોર જેનાથી થાક પણ નહી લાગે અને વજન પણ ઝડપથી ઉતરશે.
જ્યારે પણ તમે સાંજના સમયે ફરવા જાવ, જો તમને થાક લાગે તો તરત જ બ્રેક લો. ક્યાંક બેસો, ઊંડો શ્વાસ લો અને બે-ત્રણ ચુસકી પાણી પીવો. તેનાથી નુકાસાને ટાળી શકાય થે અ ઈજા થવાનું જોખમ ઓછું થાય છે અને સ્વાસ્થ્યને પણ નુકસાન થતું નથી.
જ્યારે પણ તમે વોક શરૂ કરો ત્યારે પહેલા વોર્મ-અપ કરો. યોગ્ય કમ્ફર્ટ શૂઝ પ્રીફર કરો. આ સાથે, તમે ઝડપી અને આરામદાયક રીતે સાંજે ચાલવા માટે બહાર જઈ શકો છો અને ઝડપથી વજન ઘટાડી શકો છો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )