શોધખોળ કરો

Ahmedabad: આઇશાની મોટી બહેન પિંકીને આવ્યો બ્રેઇન સ્ટ્રોક, દીકરીના આપઘાતથી આખો પરિવાર આઘાતમાં

આઇશાના આપઘાતથી તેનો આખો પરિવાર આઘાતમાં છે. મૃતક આઇશાની મોટી બહેન પિંકીને આઘાત લાગતા બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે.

અમદાવાદઃ શહેરના ચકચારી આઇશા શેખ આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. પતિ આરીફ શેખને અમદાવાદ મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ કેસમાં આસિફ નામના યુવકનું નામ સામે આવ્યું છે. આરીફ આઇશાના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ આપતો હતો. આસિફ આઈશાના મામાનો દીકરો છે. બાળકને લઈને પણ આઇશા પર આરીફે આક્ષેપ કર્યા છે. પતિ આક્ષેપ લગાવતો હતો કે, આઇશાના પેટમાં તેનું નહીં, પરંતુ આસિફનું બાળક છે. વટવા વિસ્તારની આઇશાએ રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં આરોપી પતિ આરીફને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જોકે, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આઇશાના આપઘાતથી તેનો આખો પરિવાર આઘાતમાં છે. મૃતક આઇશાની મોટી બહેન પિંકીને આઘાત લાગતા બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. જેથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ આરીફના એક્સ્ટર્નલ સબંધને લઈને પણ પોલીસ તપાસ કરશે. મોબાઈલ ફોનના સીડીઆરની વિગતો પણ પોલીસ મેળવશે. અગાઉ આઇશાનો કેસ વકીલે ધડાકો કર્યો હતો કે, આઇશાના પતિ આરીફના રાજસ્થાનની એક યુવતી સાથે પ્રેમસંબંધને કારણે આઇશા તણાવમાં રહેતી હતી. આ તણાવમાં તેણે આ પગલું ભર્યું હતું. લગ્નના થોડા જ સમયમાં આરીફની હરકતો સામે આવવા લાગી હતી અને આરીફ આઇશાની સામે જ અન્ય યુવતી સાથે વીડિયો કોલ પર વાતો કરતો હતો. પોતાની પ્રમિકાને કારણે આરીફ આઇશાને અનેક વાર તેના પિતાના ઘરે મૂકી ગયો હતો. આમ, આઇશાના આપઘાત માટે પતિના લગ્નેત્તર સંબંધો હોવાનો દાવો તેના વકીલ દ્વારા કરાયો છે. આઇશાના આત્મહત્યાના વીડિયો અને માતા-પિતા સાથેની ઓડિયો ક્લિપે સૌને હચમચાવી દીધા છે. ત્યારે આઇશાને લગ્નના બે મહિના પછી તરત જ આરીફ પરેશાન કરવા લાગ્યો હતો. આરીફને અન્ય યુવતી ગમતી હતી. જોકે, આરીફે લગ્ન પહેલા આઇશાને આ વાત કરી નહોતી. આરીફ પ્રેમિકા માટે થઈને આઇશાને એકવાર અમદાવાદ મૂકી ગયો હતો. આ સમયે તે ગર્ભવતી હતી, પણ આરીફે દોઢ લાખ રૂપિયા આપે તો જ લઈ જવાનું કહ્યું હતું. આરીફની આ વાતથી આઇશા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેના કારણે તેના બાળકનું ગર્ભમાં જ મોત થઈ ગયું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget