Ahmedabad: વટવા GIDCની પ્લાસ્ટિક કંપનીમાં આગ, ફાયર ફાઈટરની 36 ગાડીઓ ઘટનાસ્થળે
મળતી માહિતી મુજબ આ કંપનીમાં બોઈલર ફાટતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં આજુબાજુના વિસ્તારમાં આગની જ્વાળા જોવા મળી રહી છે. કંપનીમાં આગ લાગતા જ આસપાસની અન્ય કંપનીના કર્મચારીઓ દોડીને સુરક્ષિત જગ્યાએ ગયા હતા. ફાયર બ્રિગેડે આ આગને બ્રિગેડ કોલ જાહેર કર્યો છે. ફાયર બ્રિગેડની 36 ગાડીઓ ઘટના સ્થળે છે.
અમદાવાદ: અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસીમાં પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ કંપનીમાં બોઈલર ફાટતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં આજુબાજુના વિસ્તારમાં આગની જ્વાળા જોવા મળી રહી છે. કંપનીમાં આગ લાગતા જ આસપાસની અન્ય કંપનીના કર્મચારીઓ દોડીને સુરક્ષિત જગ્યાએ ગયા હતા. ફાયર બ્રિગેડે આ આગને બ્રિગેડ કોલ જાહેર કર્યો છે. ફાયર બ્રિગેડની 36 ગાડીઓ ઘટના સ્થળે છે.
વટવા જીઆઈડીસીમાં આવેનલી પ્લાસ્ટિક કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ ઓલવવા માટે જાનહાનિની આશંકાઓ વચ્ચે ફાયર બ્રિગેડના જવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
અમદાવાદના વટવા GIDC ફેઝ 4માં આગ બાદ મરુંધર પ્લાસ્ટિક પેકેજિંગમાં બોઈલર ફાટ્યું છે. જેને પગલે કેમિકલ પ્રોસેસ ચાલતી હોવાથી આગ વધુ ફેલાઈ રહી છે. જેને પગલે આસપાસ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તથા આસપાસનો વિસ્તાર પણ ખાલી કરાવવામાં આવ્યો છે
અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદની તમામ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. કુલ 36થી વધુ ગાડીઓ આગ બુઝાવવા કામે લાગી છે. મરુંધર પ્લાસ્ટિક પેકેજિંગમાં બોઇલર ફાટ્યું છે જેથી ભીષણ આગ લાગી છે. GIDCમાં અવાર-નવાર આગની ઘટના બનતી હોય છે. પરંતુ ફાયર બ્રિગેડની 36 જેટલી ગાડી બોલાવવી પડે તેવા કિસ્સા ક્યારેક જ સામે આવે છે. સાથે ફાયર બ્રિગેડે કોલ પણ જાહેર કર્યો છે.