AMC ના ઇતિહાસમાં સૌથી મોટી લાંચ લેતા આસિસ્ટન્ટ TDO ઝડપાયો, 50 લાખની સામે 20 લાખમાં સોદો પાડ્યો
AMC corruption news: ACB અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. જાદવના નેતૃત્વ હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
Biggest bribe in AMC history: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એક વરિષ્ઠ અધિકારી અને પ્રજાજન આશિષને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે.
આરોપીઓમાં AMCના આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (ATDO) હર્ષદભાઇ મનહરલાલ ભોજક અને પ્રજાજન આશિષ કનૈયાલાલ પટેલનો સમાવેશ થાય છે. બંને આરોપીઓને આજે બપોરે આશ્રમ રોડ પર આવેલી એક ઓફિસમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.
ACB અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફરિયાદીની વડીલોપાર્જિત જમીન પર બનાવેલા મકાનો અને દુકાનો AMC દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. ફરિયાદી અને ભાડૂઆતોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે, આરોપી ભોજકે પ્રથમ 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે પછીથી 20 લાખ રૂપિયા સુધી ઘટાડવામાં આવી હતી.
ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યા બાદ, એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપીઓએ ફરિયાદી સાથે લાંચની રકમ અંગે ચર્ચા કરી અને તેને સ્વીકારી લીધી હતી.
ACB અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. જાદવના નેતૃત્વ હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ACBના મદદનીશ નિયામકો કે.બી. ચુડાસમા અને એ.વી. પટેલે આ કાર્યવાહીનું સુપરવિઝન કર્યું હતું.
બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.
આ ઘટના અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને વેગ આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં ઉંદર પકડવાના ગ્લુબોર્ડના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ
સમગ્ર અમદાવાદ શહેરમાં ઉંદર પકડવાના ગ્લુબોર્ડના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રાણી ક્રૂરતા અધિનિયમ, ૧૯૬૦ની કલમ ૧૧ મુજબ ઉંદર નિયંત્રણ માટે અન્ય પદ્ધતિનો ઉપયોગ કરવા સૂચના આપામાં આવી છે.
પ્રાણી ક્રૂરતા અધિનિયમ, ૧૯૬૦ની કલમ ૧૧ મુજબ કોઈ પણ પ્રાણીને બિનજરૂરી પીડા કે વેદના ન થાય તે અંગે જોગવાઈ થઇ છે. જે અન્વયે અમદાવાદ જિલ્લામાં ઉક્ત જોગવાઈનું ચુસ્તપણે અમલવારી કરવામાં આવી રહી છે. (ગ્લુટ્રેપ) જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટિકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બિન-ઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે. જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર ગ્લુટ્રેપવાળી સપાટી પર ચાલે છે અથવા ઊતરે છે. તેઓ ગુંદરની જાળમાં પકડાયા પછી ઉંદર પોતાની રીતે મુક્ત કરવામાં અસમર્થ હોય છે, જેના પરિણામે ડિહાઈડ્રેશન, ભૂખમરો, ગૂંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે