(Source: Poll of Polls)
Rahul Gandhi, Defamation Case: રાહુલ ગાંધીને ગુજરાત હાઇકોર્ટમાંથી રાહત નહીં, માનહાની કેસમાં ફેંસલો સુરક્ષિત રાખ્યો
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા માનહાનિના કેસમાં દાખલ કરવામાં આવેલી ક્રિમિનલ રિવિઝન અરજી પર મંગળવારે, એટલે કે 2જી મેના દિવસે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
Rahul Gandhi Defamation Case: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા માનહાનિના કેસમાં દાખલ કરવામાં આવેલી ક્રિમિનલ રિવિઝન અરજી પર મંગળવારે, એટલે કે 2જી મેના દિવસે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે હાઇકોર્ટે રાહુલને વચગાળાની રાહતનો ઇનકાર કરી દીધો હતો, આ દરમિયાન તેમને દોષિત ઠરાવવાની અરજી પર પોતાનો ફેંસલો સુરક્ષિત રાખી લીધો હતો. સુરત જિલ્લાની એક કોર્ટે મોદી સરનેમ કેસમાં (Modi Surname Case) દાખલ કરાયેલ ફોજદારી માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા બાદ બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જે પછી રાહુલ ગાંધીને સંસદના સભ્યપદેથી પણ અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.
જસ્ટીસ હેમંત એણ પ્રાચ્છકની પીઠની સમક્ષ ફરિયાદકર્તા પૂર્ણેશ મોદી તરફથી વરિષ્ઠ વકીલ નિરુપમ નાણાવટી હાજર રહ્યાં હતા. તેમને કહ્યું કે, ગુનાઓની ગંભીરતા, સજાને આ સ્તરે ન જોવી જોઈએ. તેમની (રાહુલ ગાંધી) ગેરલાયકાત કાયદા હેઠળ થઈ છે. આ બધાની વચ્ચે ન્યાયાધીશે એક આદેશ પાસ કર્યો જેમાં ટ્રાયલ કોર્ટે તેની સામે મૂળ રેકોર્ડ અને મામલા તરફથી કાર્યવાહી રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
#BREAKING: Gujarat High Court denies interim protection to Congress Leader Rahul Gandhi, who has sought to suspend his conviction and jail term in the "All thieves have Modi surname" remark case. #RahulGandhi #GujaratHighCourt #DefamationCase #ModiSurname https://t.co/Oc25gpaqsf
— Bar & Bench (@barandbench) May 2, 2023
આ પહેલા લાગતુ હતુ કે, રાહુલ ગાંધીની સજા મોકૂફી પર ઉનાળુ વેકેશન પહેલા નિર્ણય આવે એવા હાલમાં કોઈ સંકેત નથી. રાહુલ ગાંધીની સજા મોકૂફી મુદ્દે તમામ પક્ષોને સાંભળવા માટે હાઇકોર્ટ આજે અને મહત્તમ આવતીકાલે તક અપાશે. માહિતી પ્રમાણે, રાહુલ ગાંધીના કેસ મામલે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે સ્પષ્ટ કર્યું કે સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રખાશે. વેકેશન દરમિયાન ચૂકાદો કોર્ટ લખાવશે, વેકેશન બાદ કોર્ટ ચૂકાદો જાહેર કરી શકે છે. આગામી એક મહિના સુધી સજા મોકૂફી મુદ્દે નિર્ણય અનામત રહી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સુરત કોર્ટ દ્વારા ફોજદારી માનહાનિના કેસમાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. રાહુલ ગાંધીની અરજીની આજે (2 મે) ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, રાહુલે માનહાનિ કેસમાં તેમને આપવામાં આવેલી સજા પર રોક લગાવવા અને તેમને દોષિત ઠેરવવાના સેશન્સ કોર્ટના નિર્ણયને પડકાર્યો છે.
આ મામલે આજે બપોરે 2 વાગ્યા પછીથી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી, ગયા અઠવાડિયે શનિવારે રાહુલ ગાંધીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે જે ગુના માટે કોંગ્રેસના નેતાને મહત્તમ બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી તે ગુના ગંભીર પ્રકારનો ન હતો અને ના તેમાં કોઇ અનૈતિક વાત કરવામાં આવી હતી.
'લોકપ્રતિનિધિઓ વિરુદ્ધના નિર્ણયોની ઘણી જગ્યાએ અસર'
સિંઘવીએ જસ્ટિસ હેમંત પ્રચ્છકની બેન્ચને કહ્યું હતું કે, લોકસેવક અથવા જનપ્રતિનિધિના કિસ્સામાં આવા નિર્ણયો ઘણા પરિબળો (પેટાચૂંટણી, મતવિસ્તાર અને ત્યાંની વ્યક્તિઓ)ને અસર કરે છે જે સારા પરિણામ આપતા નથી. સિંઘવીએ કહ્યું, ઉદાહરણ તરીકે, જો ચૂંટણી પંચ રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવ્યા બાદ ત્યાં પેટાચૂંટણીઓ કરાવે છે તો અહીંથી કેસ જીત્યા પછી પણ તે ચૂંટણીના પરિણામોને પૂર્વવત્ કરી શકાય નહીં.
સિંઘવીએ પૂછ્યું કે જો આ સ્થિતિ તેમના (રાહુલ) દોષને સ્થગિત કરવા માટે પૂરતી નથી, તો પછી કોઈની પાસે અન્ય કોઈ વધારાના સંજોગો હોઈ શકે નહીં. રાહુલ ગાંધીને 2019ના એક કેસમાં તેમની ટિપ્પણી માટે દોષી ઠેરવ્યા બાદ સુરત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ માર્ચમાં તેમને લોકસભાના સભ્યપદમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા
"મોદી" અટક પર ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બદલ પૂર્ણેશ મોદીએ માનહાનિનો દાવો કર્યો હતો. બદનક્ષીના આ કેસમાં સુરતની ટ્રાયલ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને બે વર્ષની સજા ફટકારી હતી. આ કેસમાં રાહુલ ગાંધી ને જામીન તો મળ્યા છે પરંતુ સજા પર સ્ટે નહિ હોવાના કારણે હાલ તે સંસદ સભ્યના પદ પરથી ગેરલાયક થયા છે. આ મુદ્દે હાઇકોર્ટમાં થનારી સુનાવણીમાં કોર્ટના અવલોકન અને અન્ય ઘટનાક્રમ મહત્વનો બની રહેશે.
પૂર્ણેશ મોદી તરફથી હાઇકોર્ટમાં જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. કોર્ટનું રેકોર્ડ પૂર્ણ કરવા માટે ખૂટતા તમામ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા.