Gujarat Politics: ભાજપ મજબૂત હોવાનો દાવો કરે છે તો કોંગ્રેસના નેતાઓને લેવાની શું મજબૂરી છે? જાણો રાઠવા પિતા-પુત્ર ભાજપમાં સામેલ થયા બાદ મનીષ દોષીએ શું કર્યા પ્રહાર
Ahmedabad News: મનીષ દોષીએ કહ્યું કોંગ્રેસે રાઠવા પરિવારને સતત સાંસદ અને વિધાનસભાની ટિકિટો આપી હતી. ભાજપ ભરતીમેળાના નામે પ્રપંચ કરી રહ્યું છે.
Gujarat Politics: આજે ભાજપનો ફરી વાર ભરતી મેળો યોજાયો હતો અંદાજિત 11 હજાર લોકો આજે કેસરિયો ધારણ કર્યો હતો. આજના ભરતી મેળામાં અમદાવાદના અમરાઈવાડીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા ધર્મેન્દ્ર પટેલ પણ ભાજપમાં જોડાયા હતો કોંગ્રેસના અન્ય ભાષાભાષી સેલના પૂર્વ પ્રમુખ પણ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી નારણ રાઠવા આજે ભાજપમાં જોડાયા છે. તેઓની સાથે તેમના પુત્ર સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાયા હતા.
મનીષ દોષીએ શું કહ્યું
રાઠવા પિતા-પુત્ર ભાજપમાં સામેલ થયા બાદ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સંગ્રામ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ હતા ત્યારની નાણાંની ઉથલપાથલનો હવાલો આપી કહ્યું, છોટાઉદેપુર નગરપાલિકામાં ૧.૮૧ કરોડની નાણાં ખોટી રીતે વપરાયા હોવાનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કેસની મજબૂરીના કારણે તો ભાજપમાં નથી જોડાયા ને?
અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારના મતદાતાઓ ભાજપથી નારાજ – મનીષ દોષી
આ ઉપરાંત તેમણે કહ્યું, કોંગ્રેસે રાઠવા પરિવારને સતત સાંસદ અને વિધાનસભાની ટિકિટો આપી હતી. ભાજપ ભરતીમેળાના નામે પ્રપંચ કરી રહ્યું છે. યુવાઓ સરકારી નોકરીના ભરતી મેળાની રાહ જોઈ રહ્યા છે અને ભાજપમાં ભારતીમેળા થાય છે. ભાજપ મજબૂત હોવાનો દાવો કરે છે તો કોંગ્રેસના નેતાઓને લેવાની શું મજબૂરી છે? અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારના મતદાતાઓ ભાજપથી નારાજ છે. આદિવાસી સબપ્લાનની ગ્રાન્ટ વપરાઇ નહીં અને નકલી કચેરીઓ ધમધમે છે.
આજે સવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે, 10500 થી વધુ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. દેશના ઇતિહાસના પીએમ ઉપર ભરોસો મૂકી એક સાથે આટલા મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. તમે સહુ એક પક્ષના કાર્યકર તરીકે જોડાયેલ હતા,તમને ઈચ્છા હતી કે લોકોના કામ થાય છે. પણ તમે જે પક્ષમાં હતા તે દિશાવિહીન પક્ષ હતો. તમને એ વાત ખૂંચતી હતી કે પક્ષનું કોઈ લક્ષ્ય નથી. તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી ઉપર આજે દેશ અને દુનિયાને ભરોસો છે કે મોદીની ગેરંટી એટલે પાક્કી ગેરંટી. મોટા દેશના નેતાઓએ પણ નિવેદન કર્યું છે કે મોદીની ગેરંટી એટલે પથથર ઉપર લકીર છે. કોંગ્રેસે આજ સુધી અભી બોલા અભી ફોકના કારણે કાર્યકરો નિરાશ થયા છે. 1980 માં ભાજપની રચના થઈ ત્યારથી અત્યાર સુધી તમામ વચન પીએમે પૂર્ણ કર્યા છે. અમને પણ શંકા હતી કે રામ મંદિર ક્યારે બનશે. કોંગ્રેસનું રામ મંદિરની તારીખ બનાવવાનું મહેણું ભાગ્યું છે. તમામ લોકોને આમંત્રણ પણ આપ્યું અને મોટા ભાગના લોકો જોડાયા છે.