શોધખોળ કરો
Advertisement
કોરોના રસી બનાવતી કંપનીની શેરબજારમાં કેવી છે સ્થિતિ ? શું રોકાણ રહેશે લાભદાયક
ભારતની Bharat Biotech, Serum Institute, Zydus Cadila, Panacea Biotec, Indian Immunologicals, Mynvax અને Biological E કોવિડ-19ની રસી તૈયાર કરવાના પ્રયાસ કરી રહી છે.
નવી દિલ્હીઃ ફાર્મા કંપની AstraZeneca અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કરવામાં આવી રહેલા કોરોનાવાયરસની રસીએ અપેક્ષા વધારી છે. તેનું ટ્રાયલ ઘણું સકારાત્મક રહ્યું છે. AstraZenecaએ કહ્યું કે, સપ્ટેમ્બર સુધીમાં રસી રજૂ કરશે. ભારતની સાત ફાર્મા કંપની કોરોના વાયરસની રસી વિકસિત કરવાની ગ્લોબલ રેસમાં છે. શેરબજારમાં આ કંપનીઓના શેરને સારો રિસ્પોરન્સ મળી રહ્યો છે.
ભારતની Bharat Biotech, Serum Institute, Zydus Cadila, Panacea Biotec, Indian Immunologicals, Mynvax અને Biological E કોવિડ-19ની રસી તૈયાર કરવાના પ્રયાસ કરી રહી છે. ભારતની ગણતરી જેનરિક દવાઓ તથા વેક્સીના વિશ્વમાં સૌથી મોટા મેન્યુફેક્ચરર્સમાં થાય છે. દેશમાં વિવિધ વેક્સીન બનાવતી ઘણી કંપનીઓ છે. આ કંપનીઓ પોલિયો, ન્યૂમોનિયા, રોટાવાયરસ, બીસીજી, રૂબેલા સહિત બીજી બીમારીઓ માટે દવા બનાવે છે.
કોરોના વાયરસના સંક્રમણના કારણે ઉભી થયેલી મેડિકલ ઈમરજન્સીથી ફાર્મા સેક્ટરની કંપનીઓ શેરબજારમાં સારું પ્રદર્શન કરી રહી છે. પરંતુ જે કંપની રસી વિકસિત કરી રહી છે તેમના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને રસી બનાવવામાં લાગેલી AstraZenecaનો શેર એનએસઈ પર 3543 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. 30 જૂને કંપનીના શેરે 3670 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ઓગસ્ટ 2019માં શેરનો ભાવ 1632 રૂપિયા હતો.
Panacea Biotec નો શેર 13 માર્ચ, 2020ના રોજ 85.95 રૂપિયા પર કારોબાર કરતો હતો પરંતુ કંપની તરફથી વેક્સીને ડેવલપમેન્ટમાં ઉતરવાની ખબર આવતા જ શેર ઉછળ્યો હતો. 12 જૂને એનએસઈ પર શેર વધીને 263 પર પહોંચી ગયો હતો. આજે તેનો શેર 211 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. Zydus Wellnessનો શેર 13 માર્ચ, 2020ના રોજ 1100 રૂપિયા હતો, જે હવે વધીને 1445 રૂપિયા પર પહોંચી ગયો છે. કોરોનાસંક્રમણ ખતમ કરવાની રસી શોધનારી કંપનીને પીએમ કેયર્સ ફંડમાંથી 100 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement