Gold Silver Price: 81 હજાર રુપિયા પર પહોંચશે સોનાનો ભાવ, ચાંદીની કિંમતમાં પણ રેકોર્ડબ્રેક વધારો
Gold and Silver: ભારતીયોનો સોના-ચાંદી પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. છેલ્લા કેટલાક મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. બુધવારે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 73,200 રૂપિયા પર પહોંચી ગઈ છે.
Gold and Silver: ભારતીયોનો સોના-ચાંદી પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. છેલ્લા કેટલાક મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. બુધવારે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 73,200 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ વર્ષે સોનાના ભાવમાં લગભગ 14 ટકા અને ચાંદીના ભાવમાં 27 ટકાનો વધારો થયો છે. હવે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પીળી ધાતુના ભાવ અત્યારે અટકવાના નથી. તે 81000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના આંકડાને સ્પર્શી શકે છે. બીજી તરફ બુધવારે ચાંદીએ સૌથી વધુ દરનો રેકોર્ડ બનાવ્યો છે. ચાંદીનો નવો ભાવ હવે રૂ. 97,100 પ્રતિ કિલોના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે.
હાલ સોનાના ભાવમાં ઘટાડાની કોઈ શક્યતા નથી
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસે બુધવારે જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં સોનાની માંગ યથાવત છે. હાલ સોનાના ભાવમાં ઘટાડાની કોઈ શક્યતા નથી. તે ટૂંક સમયમાં 81 હજાર રૂપિયાના આંકડાને સ્પર્શી શકે છે. તેમણે રોકાણકારોને સોનામાં ઘટાડાની રાહ જોવાની સલાહ આપી છે. ઘટાડા દરમિયાન ખરીદી કરવાથી જ રોકાણકારોને ફાયદો થશે. મોતીલાલ ઓસ્વાલનો અંદાજ છે કે સોનાના ભાવ રૂ. 69,000 આસપાસ સ્થિર થશે. મોતીલાલ ઓસવાલે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે 2650 ડોલર પર ગયા બાદ કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડ રેટ 2250 ડોલરની આસપાસ અટકી શકે છે.
ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે
એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે. બુધવારે, તે રૂ. 1150 વધીને રૂ. 97,100 પ્રતિ કિલોના સર્વકાલીન ઊંચા દરે પહોંચ્યો હતો. મંગળવારે ચાંદીનો ભાવ 95,950 રૂપિયા પ્રતિ કિલો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીનો દર પણ કિલોગ્રામ દીઠ રૂ. 96,493ના સર્વોચ્ચ આંક પર પહોંચી ગયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતો સતત વધી રહી છે
દિલ્હીમાં સોનાની કિંમત 250 રૂપિયા વધીને 73,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. એક દિવસ પહેલા સોનાનો ભાવ 72,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ (24 કેરેટ)નો દર પણ 6 ડોલર વધીને 2352 ડોલર પર પહોંચી ગયો છે. મધ્ય પૂર્વમાં તણાવના કારણે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. નોંધનિય છે કે, ભારતમાં સોનાની સતત વધતી રહે છે. ખાસ કરીને લગ્નની સિઝનમાં સોનાની ખરીદીમાં મોટો વધારો જોવા મળે છે.