શોધખોળ કરો

LIC Q4 Results: IPO પ્રાઇસથી નીચે ગબડ્યાં બાદ LICના નફામાં થયો ઘટાડો, જાણો કેટલું આપ્યું ડિવિડન્ડ

LIC Q4 Results:  તાજેતરમાં શેરબજારમાં લિસ્ટ થનારી જાહેર ક્ષેત્રની સૌથી મોટી વીમા કંપની, એલઆઈસીએ 2021-22ના ચોથા ક્વાર્ટર માટે તેના પરિણામો જાહેર કર્યા છે

LIC Q4 Results:  તાજેતરમાં શેરબજારમાં લિસ્ટ થનારી જાહેર ક્ષેત્રની સૌથી મોટી વીમા કંપની, એલઆઈસીએ 2021-22ના ચોથા ક્વાર્ટર માટે તેના પરિણામો જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન LICના નફામાં 17.41 ટકાનો ઘટાડો થયો છે. LICનો નફો 2409.39 કરોડ રૂપિયા રહ્યો છે, જ્યારે 2020-21ના ચોથા ક્વાર્ટરમાં નફો 2917 કરોડ રૂપિયા હતો.

શેર દીઠ રૂ. 1.50 ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત

LICનું કુલ પ્રીમિયમ 1,44,158 કરોડ રૂપિયા છે, જે 17.88 ટકા વધુ છે. 2020-21ના સમાન ક્વાર્ટરમાં નેટ પ્રીમિયમ રૂ. 1,22,290 કરોડ હતું. એલઆઈસીએ તેના રોકાણકારોને શેર દીઠ રૂ. 1.50ના દરે ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે. LIC એ તેના રોકાણોમાંથી કુલ રૂ. 67,855 કરોડની આવક મેળવી છે. 2020-21માં આ ત્રિમાસિક ગાળામાં રોકાણની આવક રૂ. 67,684.27 કરોડ રહી છે.

શેર લીલા નિશાનમાં બંધ

આજે શરૂઆતે માર્કેટમાં ઉછાળાને કારણે LICનો શેર લગભગ 2 ટકા વધીને 837 રૂપિયા પર બંધ થયો છે. જો કે, આ IPOની 949 રૂપિયાની ઇશ્યૂ કિંમત કરતાં ઘણી ઓછી છે. LICનું માર્કેટ કેપિટેશન રૂ. 5.29 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. જોકે, બજાર બંધ થયા બાદ LICના નાણાકીય પરિણામો આવ્યા છે, બજારને પરિણામ પસંદ આવ્યું છે કે નહીં તે મંગળવારના ટ્રેડિંગ સેશનમાં ખબર પડશે.

 LIC પછી આ કંપનીએ રોકાણકારોને રડાવ્યા, 6 ટકા નીચા ભાવે થયું લિસ્ટિંગ

ભારતમાં પ્રીમિયમ અને લક્ઝરી ઘડિયાળોની સૌથી મોટી રિટેલર ઇથોસ લિમિટેડનો સ્ટોક આજે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો છે. તે પહેલા જ દિવસે 6 ટકાના ડિસ્કાઉન્ટ સાથે ખુલ્યો છે. મતલબ કે તેણે તેના રોકાણકારોને ઈશ્યુ પ્રાઇસથી નીચે ઓપન કરીને મોટો ફટકો આપ્યો છે. તેનો શેર NSE પર રૂ. 825 અને BSE પર રૂ. 830 પ્રતિ શેર પર લિસ્ટેડ થયો છે. તમને જણાવી દઈએ કે Ethos Limitedના IPO માટે કંપનીએ 836-878 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. તેનો IPO 18 મેના રોજ માર્કેટમાં આવ્યો હતો અને તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 મે હતી. ઇશ્યૂને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો ન હતો અને માત્ર 1.04 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો માટે અનામત શેરની 1.06 ગણી બિડ કરવામાં આવી હતી, જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 1.48 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારોનો રસ પણ ઘણો ઓછો હતો અને આ હિસ્સો માત્ર 84% જ ભરી શકાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget