શોધખોળ કરો

Stock Market: આ 4 કારણોના લીધે શેર બજારમાં બોલ્યો કડાકો, લોકોને યાદ આવી ગયો કોરોનાકાળ

Lok Sabha Elections Result: 2024 ચૂંટણીના પરિણામોના દિવસે, શેરબજારમાં એવી સુનામી આવી હતી કે બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) 6000 પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે એનએસસી નિફ્ટી (NSE Nifty) 1900 પોઈન્ટથી વધુ ઘટી ગયો હતો.

Lok Sabha Elections Result: 2024 ચૂંટણીના પરિણામોના દિવસે, શેરબજારમાં એવી સુનામી આવી હતી કે બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) 6000 પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે એનએસસી નિફ્ટી (NSE Nifty) 1900 પોઈન્ટથી વધુ ઘટી ગયો હતો. કોરોના મહામારી (Corona Pandemic)  પછી અત્યાર સુધીનો આ સૌથી મોટો ઘટાડો છે. શા માટે આગલા દિવસે ઉછાળો અને બીજા જ દિવસે ઘટાડો થયો? આની પાછળ ઘણા કારણો છે અને તેમાં ચાર મુખ્ય છે, ચાલો તેમને વિગતવાર સમજાવીએ…

સૌથી પહેલા વાત કરીએ શેર બજારની તાજેતરની સ્થિતિની, મંગળવારે બજાર ખુલતાની સાથે જ શરૂ થયેલ ઘટાડાનો ટ્રેન્ડ અટકવાના કોઈ સંકેત દેખાતો નથી. BSE સેન્સેક્સ 1700 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો અને બપોરે 12.20 વાગ્યા સુધીમાં તે 6094 પોઈન્ટ ઘટીને 70,374ની સપાટીએ પહોંચી ગયો હતો. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સ લગભગ 1947 પોઈન્ટના જંગી ઘટાડા સાથે સરકીને 21,316ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સોમવારે અગાઉના ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 2500 પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી 733 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો.

મંગળવારના ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે અને BSE MCap અનુસાર તેમની લગભગ 40 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સ્વાહા થઈ છે. ખાસ વાત એ છે કે શેરબજારમાં આવેલો આ મોટો ઘટાડો દેશમાં કોરોના મહામારીના પ્રકોપ દરમિયાન થયેલા ઘટાડા કરતા પણ મોટો છે. તે સમયે સેન્સેક્સ લગભગ 6 ટકા ઘટ્યો હતો અને મંગળવારે સેન્સેક્સ 7.97 ટકા ઘટ્યો હતો, જ્યારે NIFTY 50 મા 8.37 ટકાનો ઘટાડો આવ્યો હતો.

પહેલું કારણ - એક્ઝિટ પોલના અંદાજો વાસ્તવિકતા ન બની
હવે વાત કરીએ મંગળવારે શેરબજારમાં આવેલા મોટા ઘટાડા પાછળના કારણોની તો ચાર મુખ્ય કારણો દેખાઈ રહ્યા છે, જેની અસર બજાર પર દેખાઈ રહી છે. આમાં પ્રથમ એ છે કે એક્ઝિટ પોલના અંદાજો વાસ્તવિકતામાં પરિવર્તિત થયા નહીં. વાસ્તવમાં, એક્ઝિટ પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને 361-401 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ પરિણામના દિવસે સમાચાર લખાય છે ત્યાં સુધી એનડીએ 295 બેઠકો પર જીતતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, એક્ઝિટ પોલના અંદાજો જાહેર થયા બાદ બજારમાં તોફાની ઉછાળો પરિણામના દિવસે સુનામીમાં ફેરવાઈ ગયો.

બીજું કારણ- ભાજપ પાસે પૂર્ણ બહુમતી નથી! શેરબજારમાં ઘટાડાનું બીજું કારણ પણ ચૂંટણી પરિણામો સાથે સંકળાયેલું છે. વાસ્તવમાં, એક્ઝિટ પોલમાં જે અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા, તેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી મેળવશે. પરંતુ જ્યારે મંગળવારે મતો શરૂ થયા ત્યારે બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ સ્પષ્ટ થઈ ગયું હતું કે ભાજપ દેશમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવે તેવી શક્યતા નથી. તેની અસર શેરબજારમાં ઘટાડાનાં રૂપમાં પણ જોવા મળી હતી અને જેમ જેમ ગણતરી આગળ વધી રહી હતી તેમ તેમ શેરબજારમાં ઘટાડો પણ સતત વધતો જોવા મળ્યો હતો.

ત્રીજું કારણ - વિદેશી રોકાણકારોની ઉદાસીનતા ભારતીય શેરબજારમાં સતત જોવા મળી રહી છે અને તે સતત વધી રહી છે. તમે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs) એ મે મહિનામાં ભારતીય શેરબજારમાંથી 25,586 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. અગાઉના મહિનામાં એટલે કે એપ્રિલ 2024માં આ આંકડો રૂ. 8700 કરોડ હતો. અહીં ખાસ વાત એ છે કે લગભગ બે દાયકા પછી FPI દ્વારા આટલો મોટો ઉપાડ કરવામાં આવ્યો છે. NSDLના ડેટા અનુસાર, વર્ષ 2004માં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારોમાંથી 3248 રૂપિયા પાછા ખેંચ્યા હતા.

ચોથું કારણ - એક્ઝિટ પોલના અંદાજો વાસ્તવિકતા ન બનવાને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ બગડ્યું, ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળી અને વિદેશી રોકાણકારોની ઉદાસીનતાએ શેરબજારમાં રોકાણ કરતા રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર કરી. મંગળવારે શેરબજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી અને રિલાયન્સથી લઈને ટાટા, અદાણીથી લઈને એસબીઆઈ સુધીના શેર તૂટ્યા હતા. તેમાં 18 થી 23 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય બજારમાં ઘટાડાનું કારણ રોકાણકારોની અવ્યવસ્થિત સેન્ટિમેન્ટ પણ ગણી શકાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
General Knowledge: જો યુદ્ધ થાય તો કોણ જીતશે? અમેરિકા કે ચીન, જાણો બંન્ને દેશોની લશ્કરી તાકાત
General Knowledge: જો યુદ્ધ થાય તો કોણ જીતશે? અમેરિકા કે ચીન, જાણો બંન્ને દેશોની લશ્કરી તાકાત
આ છે BSNLના 500 રૂપિયાથી સસ્તા ત્રણ રિચાર્જ પ્લાન, મળે છે 150 દિવસ સુધીની વેલિડિટી
આ છે BSNLના 500 રૂપિયાથી સસ્તા ત્રણ રિચાર્જ પ્લાન, મળે છે 150 દિવસ સુધીની વેલિડિટી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi Gujarat Visit:રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈને Exclusive માહિતી એબીપી અસ્મિતા પરKedarnath News: હવે કેદારનાથમાં 36 મીનિટમાં યાત્રા થશે પૂરી, રોપ વે પ્રોજેક્ટને મળી કેન્દ્રની મંજૂરીBJP Political updates: આજે શહેર અને જિલ્લાના ભાજપ પ્રમુખોની થશે જાહેરાતPanchmahal Crime: યુવતીને ભગાડી જવાના કેસમાં યુવતીના સગાઓએ ચાર મકાનમાં ચાંપી દીધી આગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
General Knowledge: જો યુદ્ધ થાય તો કોણ જીતશે? અમેરિકા કે ચીન, જાણો બંન્ને દેશોની લશ્કરી તાકાત
General Knowledge: જો યુદ્ધ થાય તો કોણ જીતશે? અમેરિકા કે ચીન, જાણો બંન્ને દેશોની લશ્કરી તાકાત
આ છે BSNLના 500 રૂપિયાથી સસ્તા ત્રણ રિચાર્જ પ્લાન, મળે છે 150 દિવસ સુધીની વેલિડિટી
આ છે BSNLના 500 રૂપિયાથી સસ્તા ત્રણ રિચાર્જ પ્લાન, મળે છે 150 દિવસ સુધીની વેલિડિટી
Champions Trophy 2025: શું ગૌતમ ગંભીર વિરાટ કોહલીથી નાખુશ છે? જાણો ભારતીય મુખ્ય કોચે શું કરી સ્પષ્ટતા
Champions Trophy 2025: શું ગૌતમ ગંભીર વિરાટ કોહલીથી નાખુશ છે? જાણો ભારતીય મુખ્ય કોચે શું કરી સ્પષ્ટતા
IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ માટે ટિકિટ કેવી રીતે ખરીદવી? જાણો શું છે આખી પ્રક્રિયા
IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ માટે ટિકિટ કેવી રીતે ખરીદવી? જાણો શું છે આખી પ્રક્રિયા
PM Modi Visit: પીએમ મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે, 7 માર્ચે સુરત આવશે, જાણી લો સમગ્ર કાર્યક્રમ વિશે...
PM Modi Visit: પીએમ મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે, 7 માર્ચે સુરત આવશે, જાણી લો સમગ્ર કાર્યક્રમ વિશે...
અમદાવાદની કેનાલમાં કાર ખાબકતા ડૂબ્યા ત્રણ યુવકો, રીલ્સ બનાવવા ભાડે લાવ્યા હતા સ્કોર્પિયો
અમદાવાદની કેનાલમાં કાર ખાબકતા ડૂબ્યા ત્રણ યુવકો, રીલ્સ બનાવવા ભાડે લાવ્યા હતા સ્કોર્પિયો
Embed widget