![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
SBI Deposit Rate: બેંક તરફથી ગ્રાહકોને ભેટ, આ ખાસ FD પર વ્યાજ દર વધ્યા, જાણો વિગતે
એસબીઆઈની વેબસાઈટ પર આ ફેરફારની માહિતી અપલોડ કરવામાં આવી છે.
![SBI Deposit Rate: બેંક તરફથી ગ્રાહકોને ભેટ, આ ખાસ FD પર વ્યાજ દર વધ્યા, જાણો વિગતે SBI Deposit Rate: A gift from the bank to the customers, will get more interest on these special FDs SBI Deposit Rate: બેંક તરફથી ગ્રાહકોને ભેટ, આ ખાસ FD પર વ્યાજ દર વધ્યા, જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/14/8941fe0c204828c8b10e426df47a3e9d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
SBI Deposit Rate: સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોને ભેટ આપી છે. વાસ્તવમાં, બેંકે રૂ. 2 કરોડ અને તેથી વધુની સ્થાનિક બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. એસબીઆઈની વેબસાઈટ પર આ ફેરફારની માહિતી અપલોડ કરીને કહેવામાં આવ્યું છે કે નવા દર મંગળવાર, 10 મે, 2022થી લાગુ થશે.
જો કે, મંગળવારે વધારો કર્યા પછી, સાત દિવસથી 45 દિવસની પાકતી મુદતની થાપણો પર માત્ર ત્રણ ટકાના દરે વ્યાજ આપવામાં આવશે, કારણ કે બેંકે આ કેટેગરીમાં વ્યાજમાં વધારો કર્યો નથી. બીજી તરફ, 46 દિવસથી 149 દિવસની પાકતી મુદતવાળી FD પર હવે 50 બેસિસ પોઈન્ટ વધુ એટલે કે 3.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે.
વધારે વ્યાજ મળશે
આ સિવાય નવા ફેરફાર બાદ 180 દિવસથી 210 દિવસની એફડી પર 3.50 ટકા વ્યાજ પણ આપવામાં આવશે. આ સિવાય 211 દિવસથી વધુ અને એક વર્ષથી ઓછી એફડી પર 3.75 ટકા જ્યારે એક વર્ષથી વધુ અને બે વર્ષથી ઓછી એફડી પર ચાર ટકાના દરે વ્યાજ મળશે.
રિપોર્ટ અનુસાર, SBIએ એક વર્ષમાં પાકતી FD પરના વ્યાજ દરમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 3.6 ટકાથી ચાર ટકા કર્યો છે. બીજી તરફ, બે વર્ષથી લઈને ત્રણ વર્ષથી ઓછા સમયગાળાની FD પર 3.6 ટકાના બદલે 4.25 ટકાના દરે વ્યાજ મળશે.
વરિષ્ઠ નાગરિકોને લાભ થશે
આ ઉપરાંત, ત્રણ વર્ષથી પાંચ વર્ષથી ઓછા સમયગાળાની એફડી પર 3.6 ટકાના દરે વ્યાજ મળશે અને પાંચ વર્ષથી દસ વર્ષ સુધીની મુદતવાળી થાપણો પર 4.5 ટકાના દરે વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિકોને 50 બેસિસ પોઈન્ટનો વધારાનો લાભ મળશે.
આ બેંકની લોન મોંઘી છે
બેંક ઓફ બરોડાએ લોન 0.1 ટકા મોંઘી કરી છે. બેંક અનુસાર, આ દર MCLRના અલગ-અલગ સમયગાળાની લોન પર 12 મેથી લાગુ થશે. એક વર્ષનો MCLR હવે 7.35 થી વધીને 7.40 ટકા થશે.
જ્યારે ત્રણથી છ મહિના માટે MCLRનો દર 7.15 થી વધીને 7.25 ટકા થશે. આ બેંકે તાજેતરમાં લોન મોંઘી કરી છે. તે પહેલા એપ્રિલમાં તેણે તેને સસ્તું કર્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)