શોધખોળ કરો

Celebrity Taxpayers: સૌથી વધુ ટેક્સ ભરનારા સેલિબ્રિટી ટેક્સપેયર્સમાં શાહરૂખ ખાન ટોપ પર, જાણો કોહલીએ કેટલો ઈન્કમ ટેક્સ ચૂકવ્યો

Celebrity Taxpayers Update: બોલિવૂડમાંથી શાહરૂખ ખાન અને સ્પોર્ટ્સ જગતના ક્રિકેટર વિરાટ કોહલી ઇન્કમ ટેક્સ ભરવાના મામલે પ્રથમ સ્થાને છે

Celebrity Taxpayers In 2024:  બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન બોલિવૂડ અને સ્પોર્ટ્સ ફિલ્ડમાંથી આવતા સેલિબ્રિટી ટેક્સપેયર્સમાં પ્રથમ સ્થાને છે. શાહરૂખ ખાને નાણાકીય વર્ષ 2023-24માં 92 કરોડ રૂપિયાનો આવકવેરો ચૂકવ્યો છે. બીજા સ્થાને તમિલ ફિલ્મ અભિનેતા વિજય છે, જેમણે ગયા નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 80 કરોડનો આવકવેરો ચૂકવ્યો છે. ખેલાડીઓમાં ઈન્કમ ટેક્સ ભરવાના મામલે ક્રિકેટર વિરાટ કોહલી 66 કરોડ રૂપિયાની આવક સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 38 કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે છે.

બોલિવૂડ સેલિબ્રિટી કરદાતાઓ
ફોર્ચ્યુન ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2023-24 માટે સેલિબ્રિટી કરદાતાઓની યાદી બહાર પાડી છે. આ યાદી અનુસાર શાહરૂખ ખાને રૂ. 92 કરોડનો આવકવેરો ભર્યો છે. અભિનેતા વિજય રૂ. 80 કરોડની ટેક્સ ચૂકવણી સાથે બીજા ક્રમે અને સલમાન ખાન રૂ. 75 કરોડની આવકવેરા ચૂકવણી સાથે ત્રીજા સ્થાને છે. બિગ બી એટલે કે અમિતાભ બચ્ચને 2023-24માં આવકવેરા પેટે રૂ. 71 કરોડ ચૂકવ્યા છે. અજય દેવગણે રૂ. 42 કરોડ અને રણબીર કપૂરે રૂ. 36 કરોડનો આવકવેરો ભર્યો છે.

કપિલ શર્માએ રૂ. 26 કરોડ રુપિયા ટેક્સ ભર્યો

રિતિક રોશને રૂ. 28 કરોડ, કપિલ શર્માએ રૂ. 26 કરોડ, કરીના કપૂરે રૂ. 20 કરોડ, શાહિદ કપૂરે રૂ. 14 કરોડ, કિયારા અડવાણીએ રૂ. 12 કરોડ અને કેટરીના કૈફે રૂ. 11 કરોડ ચૂકવ્યા છે. આ યાદીમાં પંકજ ત્રિપાઠી પણ સામેલ છે. તેણે રૂ. 11 કરોડનો આવકવેરો ભર્યો છે. આમિર ખાને રૂ. 11 કરોડ, મલયાલમ ફિલ્મ અભિનેતા મોહન લાલે રૂ. 14 કરોડ, અલ્લુ અર્જુને રૂ. 14 કરોડનો આવકવેરો ચૂકવ્યો છે.

સેલિબ્રિટી કરદાતાઓમાં ક્રિકેટરો પણ
ક્રિકેટરો પણ મોટી સંખ્યામાં સેલિબ્રિટી કરદાતાઓનો સમાવેશ કરે છે. વિરાટ કોહલી 66 કરોડની ટેક્સ ચૂકવણી સાથે પ્રથમ સ્થાને છે. માહી એટલે કે મહેન્દ્ર સિંહ ધોનીએ 38 કરોડ રૂપિયાનો ઈન્કમ ટેક્સ ભર્યો છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે નાણાકીય વર્ષ 2023-24માં 28 કરોડ રૂપિયાનો આવકવેરો ચૂકવ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 13 કરોડ રૂપિયા અને ઋષભ પંતે 10 કરોડ રૂપિયાનો ઇન્કમ ટેક્સ ભર્યો છે. તમને જણાવી દઈએ કે, હારુન ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે કિંગ ખાનની સંપત્તિ 7 હજાર કરોડ રુપિયા છે. આ વર્ષે તેનું પહેલીવાર આ યાદીમાં નામ આવ્યું હતું.

આ પણ વાંચો

મફતમાં Aadhaar Card અપડેટ કરવાની તક, ફટાફટ કરો આ કામ નહીતો આપવા પડશે પૈસા 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત

G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર યમરાજSurat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ,  પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..Vadodara BJP: વડોદરા ભાજપમાં નવો વિખવાદ! ભાજપના બે ધારાસભ્યો આમને - સામને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?

Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન

Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને

Gold Price:  7 દિવસમાં સોનું 3710 રૂપિયા સસ્તું થયું, હવે સામાન્ય માણસ આટલા રૂપિયામાં ખરીદી શકશે 10 ગ્રામ

Embed widget