શોધખોળ કરો

Share Market: પરિણામ પહેલા મજબૂત સંકેત, આજે ફરી નવો રેકોર્ડ બનાવશે શેર બજાર ? 

લોકસભા ચૂંટણી 2024ના પરિણામોના દિવસે મંગળવારે શેરબજાર નવા રેકોર્ડ બનાવી શકે છે. સોમવારે એક દિવસ અગાઉ જોવા મળેલી શાનદાર તેજી આજે પણ યથાવત રહેવાની ધારણા છે.

લોકસભા ચૂંટણી 2024ના પરિણામોના દિવસે મંગળવારે શેરબજાર નવા રેકોર્ડ બનાવી શકે છે. સોમવારે એક દિવસ અગાઉ જોવા મળેલી શાનદાર તેજી આજે પણ યથાવત રહેવાની ધારણા છે. બજાર ખુલતા પહેલાના સંકેતો હજુ પણ સકારાત્મક દેખાઈ રહ્યા છે.

ગિફ્ટ નિફ્ટી મજબૂત સંકેતો આપી રહી છે

સવારે ગિફ્ટી સિટીમાં નિફ્ટી ફ્યુચર લગભગ 150 પોઈન્ટના વધારા સાથે 23,560 પોઈન્ટની સપાટીએ પહોંચી ગયો છે. આ દર્શાવે છે કે આજે પણ ભારતીય બજારો મજબૂત શરૂઆત કરવાના છે. જો કે, વાસ્તવિક શરૂઆત કેવી રીતે થાય છે તે લોકસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણો શું સૂચવે છે તેના પર નિર્ભર રહેશે.

બજાર ખુલશે ત્યાં સુધીમાં ટ્રેન્ડ આવશે

છેલ્લા બે મહિનાથી દેશભરમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી બાદ આજે મતગણતરી થઈ રહી છે. પોસ્ટલ બેલેટની મતગણતરી  સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. હવે બજાર સવારે 9.15 વાગ્યે ખુલશે ત્યાં સુધીમાં પ્રારંભિક વલણો સામે આવશે. જો બજારના અંદાજ મુજબ શરૂઆતી વલણો જળવાઈ રહે તો આજે પણ બજારમાં એક દિવસ પહેલાની શાનદાર તેજીનું પુનરાવર્તન જોવા મળી શકે છે.

સેન્સેક્સ નવી ઓલ ટાઈમ હાઈ

સોમવારે BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ નવા રેકોર્ડ બનાવ્યા હતા. સેન્સેક્સ 2,507.47 પોઈન્ટ (3.39 ટકા)ના વધારા સાથે 76,468.78 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. તે પહેલા, સત્ર દરમિયાન એક સમયે સેન્સેક્સ 2600 થી વધુ પોઈન્ટ્સ વધ્યો હતો અને 76,738.89 પોઈન્ટની નવી ટોચની સપાટીને સ્પર્શ્યો હતો.

નિફ્ટી આ સ્તરે બંધ રહ્યો હતો

એ જ રીતે, 23,338.70 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ્યા બાદ, NSEનો નિફ્ટી ઈન્ડેક્સ 733.20 પોઈન્ટ અથવા 3.25 ટકાના જંગી ઉછાળા સાથે આખરે 23,263.90 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. ગઈકાલના ટ્રેડિંગમાં નિફ્ટી બેંક ઈન્ડેક્સ  પ્રથમવાર 50 હજારની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો.

પ્રોફિટ બુકિંગની અસર પણ જોવા મળી શકે છે

એક્ઝિટ પોલ્સે મોદી સરકારની  વાપસીનો સંકેત આપતાં બજારમાં ઉત્સાહ હતો. જો એક્ઝિટ પોલ પ્રમાણે પરિણામ આવે તો બજારમાં સારી તેજી જોવા મળી શકે છે. પરિણામો સારા આવશે તો નિફ્ટી 24 હજાર પોઈન્ટની સપાટી વટાવી જશે તેવી અપેક્ષા કેટલાક વિશ્લેષકો રાખી રહ્યા છે. જોકે માર્કેટમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી શકે છે. ચૂંટણી પરિણામો પછી, બજારનું ધ્યાન નવી સરકારના પ્રથમ 100 દિવસની નીતિઓ અને આવતા મહિને આવનારા સંપૂર્ણ બજેટ પર જશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Uttarakhand: દહેરાદૂના સહસ્ત્રધારામાં વાદળ ફાટવાથી તબાહી, શિમલામાં ભૂસ્ખલન, મંડીમાં બસો ડૂબી
Uttarakhand: દહેરાદૂના સહસ્ત્રધારામાં વાદળ ફાટવાથી તબાહી, શિમલામાં ભૂસ્ખલન, મંડીમાં બસો ડૂબી
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
Asia Cup Super 4 Scenarios: એશિયા કપમાંથી બે ટીમ બહાર, એકને સુપર-4માં મળ્યું સ્થાન, ત્રણ સ્થાન માટે કેટલી ટીમો રેસમાં?
Asia Cup Super 4 Scenarios: એશિયા કપમાંથી બે ટીમ બહાર, એકને સુપર-4માં મળ્યું સ્થાન, ત્રણ સ્થાન માટે કેટલી ટીમો રેસમાં?
CBSE: 2026થી બદલાશે CBSEના નિયમો, 75 ટકા હાજરી અને ઈન્ટરનલ માર્ક્સ થશે ફરજિયાત
CBSE: 2026થી બદલાશે CBSEના નિયમો, 75 ટકા હાજરી અને ઈન્ટરનલ માર્ક્સ થશે ફરજિયાત
Advertisement

વિડિઓઝ

Kutch Demolition: કચ્છમાં ગુંડાઓના ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Arvalli News : અરવલ્લીમાં ગુમ યુવકની ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ખળભળાટ, જુઓ અહેવાલ
Surat News : સુરતમાં પુત્રની હત્યા બાદ માતાએ પણ આત્મહત્યા કરી લીધી હોવાનો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : બદલાઈ રેન્કિંગ પદ્ધતિ
Hun To Bolish : હું તો બોલીશ : આઉટસોર્સિંગમાં દૂષણ અનલિમિટેડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarakhand: દહેરાદૂના સહસ્ત્રધારામાં વાદળ ફાટવાથી તબાહી, શિમલામાં ભૂસ્ખલન, મંડીમાં બસો ડૂબી
Uttarakhand: દહેરાદૂના સહસ્ત્રધારામાં વાદળ ફાટવાથી તબાહી, શિમલામાં ભૂસ્ખલન, મંડીમાં બસો ડૂબી
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
Asia Cup Super 4 Scenarios: એશિયા કપમાંથી બે ટીમ બહાર, એકને સુપર-4માં મળ્યું સ્થાન, ત્રણ સ્થાન માટે કેટલી ટીમો રેસમાં?
Asia Cup Super 4 Scenarios: એશિયા કપમાંથી બે ટીમ બહાર, એકને સુપર-4માં મળ્યું સ્થાન, ત્રણ સ્થાન માટે કેટલી ટીમો રેસમાં?
CBSE: 2026થી બદલાશે CBSEના નિયમો, 75 ટકા હાજરી અને ઈન્ટરનલ માર્ક્સ થશે ફરજિયાત
CBSE: 2026થી બદલાશે CBSEના નિયમો, 75 ટકા હાજરી અને ઈન્ટરનલ માર્ક્સ થશે ફરજિયાત
Drinking Bottle Water: ભારતમાં કેટલા લોકો પીવે છે બોટલનું પાણી, આંકડો જાણીને ઉડી જશે તમારા હોશ
Drinking Bottle Water: ભારતમાં કેટલા લોકો પીવે છે બોટલનું પાણી, આંકડો જાણીને ઉડી જશે તમારા હોશ
યોગ, આયુર્વેદ અને સાયન્સ: પ્રાચીન પરંપરાઓને કેવી રીતે આધુનિક શિક્ષણ સાથે જોડી રહી છે પતંજલિ વિશ્વવિદ્યાલય? જાણો
યોગ, આયુર્વેદ અને સાયન્સ: પ્રાચીન પરંપરાઓને કેવી રીતે આધુનિક શિક્ષણ સાથે જોડી રહી છે પતંજલિ વિશ્વવિદ્યાલય? જાણો
ITR Filing Deadline : ઈન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવા પર આવ્યું લેટેસ્ટ અપડેટ, હવે છે આ અંતિમ તારીખ
ITR Filing Deadline : ઈન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવા પર આવ્યું લેટેસ્ટ અપડેટ, હવે છે આ અંતિમ તારીખ
Nano Banana Trend: AI ટૂલથી બનાવી રહ્યા છો તસવીર? તો આ ખતરાઓથી રહો સાવધાન
Nano Banana Trend: AI ટૂલથી બનાવી રહ્યા છો તસવીર? તો આ ખતરાઓથી રહો સાવધાન
Embed widget