Stock Market Closing Today: ઓલટાઈમ હાઈ પર બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી, બીએસઈ માર્કેટ કેપ પ્રથમ વખત 437 લાખ કરોડને પાર
આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 308 પોઈન્ટના ઉછાળા સાથે 77,301 પોઈન્ટની વિક્રમી સપાટીએ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 92 પોઈન્ટના ઉછાળા સાથે 23,5557 પોઈન્ટની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.
Stock Market Closing On 18 June 2024: ભારતીય શેરબજારના (Stock Market) રોકાણકારો માટે મંગળવારનું ટ્રેડિંગ સત્ર ઘણું સારું રહ્યું છે. લાંબી રજા પછી (long week end) સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં, તે નવી ઓલ-ટાઇમ હાઈને (new all time high) સ્પર્શવામાં સફળ રહ્યો હતો અને નવી ઐતિહાસિક ઊંચાઈએ પણ બંધ રહ્યો હતો. સેન્સેક્સ પ્રથમ વખત 77,000 ની ઉપર બંધ થયો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 308 પોઈન્ટના ઉછાળા સાથે 77,301 પોઈન્ટની વિક્રમી સપાટીએ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 92 પોઈન્ટના ઉછાળા સાથે 23,5557 પોઈન્ટની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.
ભારતીય શેરબજાર સતત ત્રણ દિવસ બંધ રહ્યા બાદ આજે મંગળવારે ખુલ્યું હતું અને તે શાનદાર તેજી સાથે શરૂઆત થઈ હતી. સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ 77,235.31ની નવી ઐતિહાસિક હાઈ પર ખુલ્યો હતો. NSE નો નિફ્ટી પ્રથમ વખત 23,570.80 પર ખુલ્યો અને આ તેનું રેકોર્ડ ઓપનિંગ લેવલ છે. બીએસઈનો સેન્સેક્સ 242.54 પોઈન્ટ અથવા 0.32 ટકાના વધારા સાથે 77,235.31 પર ખુલ્યો હતો અને એનએસઈનો નિફ્ટી 105.20 પોઈન્ટ અથવા 0.45 ટકાના વધારા સાથે 23,570.80 પર ખુલ્યો હતો.
માર્કેટ કેપ ઓલ ટાઈમ હાઈ પર
શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે બજારની મૂડી પણ વિક્રમી સપાટીએ બંધ થઈ છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ (market cap) રૂ. 437.30 લાખ કરોડ પર બંધ થયું છે, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 434.88 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. મતલબ કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.42 લાખ કરોડનો વધારો થયો છે.
Sensex climbs 308.37 points to hit a new closing peak of 77,301.14; Nifty rallies 92.30 points to settle at record 23,557.90
— Press Trust of India (@PTI_News) June 18, 2024
સેક્ટર અપડેટ
આજના સેશનમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, બેન્કિંગ, આઈટી, એનર્જી શેરોમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ અને મીડિયા સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં આજે પણ ખરીદી ચાલુ રહી હતી. નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ (mid cap index) અને સ્મોલ કેપ ઈન્ડેક્સ (small cap index) બંને ઐતિહાસિક ઊંચાઈએ બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેર ઉછાળા સાથે અને 8 નુકસાન સાથે બંધ થયા હતા.