શોધખોળ કરો
Advertisement
ભારતના આ બિઝનેસ ટાયકૂને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વર્ષો જૂની તસવીર, જાણો કોણ છે?
રતન ટાટા લગભગ છેલ્લા 3 મહિનાથી સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ સાથે જોડાયા છે. તેમને આ યુવાવસ્થાનની તસવીર #ThrowbackThursday સાથે શેર કરી હતી
મુંબઈ: ગુરૂવારે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને બિઝનેસ ટાયકૂન રતન ટાટાએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક જૂની તસવીર પોસ્ટ કરી હતી. હવે પોતાની આ જૂની તસવીરના લીધે રતન ટાટા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, રતન ટાટા લગભગ છેલ્લા 3 મહિનાથી સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ સાથે જોડાયા છે. તેમને આ યુવાવસ્થાનની તસવીર #ThrowbackThursday સાથે શેર કરી હતી અને પોતાના જૂના દિવસોની એક ઝલક ફોલોવર્સને બતાવી હતી.
હાલ 82 વર્ષના રતન ટાટાની આ તસવીર ખૂબ જ જૂની છે અને તે સમયે તેઓ વિદેશમાં રહેતા હતા. આ તસવીરને પોસ્ટ કરી તેમણે લખ્યું હતું કે, હું આ ફોટો બુધવારે શેર કરવા માંગતો હતો પરંતુ ત્યારે મને ખબર પડી કે જૂની તસવીરો ગુરૂવારે (Throwback Thursday) શેર કરવામાં આવે છે. આ કારણે મારી આ જૂની તસવીર છે જ્યારે હું લોસ એન્જેલસ રહેતો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, તેના થોડા દિવસો બાદ તેઓ ભારત આવ્યા હતા.
1962ના અંતમાં ભારત પરત આવતાં પહેલા રતન ટાટાએ લોસ એન્જેલસમાં જોન્સ એન્ડ એમમન્સ સાથે કામ કર્યું હતું. રતન ટાટાની આ તસવીર પોસ્ટ થતાં ગણતરીના કલાકોમાં જ લાખો ચાહકોએ જોઈ અને કોમેન્ટ્સ કરી હતી. એક યુઝર્સે લખ્યું હતું કે, આભાર સર, તમે ભારત પરત આવ્યા. જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે, તમે હંમેશાથી જ સ્માર્ટ છો. આ ઉપરાંત અન્ય એક યુઝર્સે કહ્યું કે, તસવીર શેર કરતાં જે લખ્યું તે મને પસંદ આવ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement