શોધખોળ કરો

Gujarat Corona Cases: ગાંધીનગરમાં વધુ એક કોરોના કેસ નોંધાયો, ગઈકાલે પણ બે મહિલાના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ

દેશની સાથે ગુજરાતમાં પણ ધીમે ધીમે કોરોના કેસ વધી રહ્યા છે. ગાંધીનગરમાં બે દિવસમાં કોરોનાનો ત્રીજો કેસ નોંધાયો છે.

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોના વાયરસે ફરી દેખા દિધી છે જેના પગલે સમગ્ર રાજ્યમાં ફફડાટ ફેલાયો છે. પાટનગર ગાંધીનગરમાં આજે વધુ એક કોરોના કેસ મળ્યો છે. સેકટર-6માં રહેતા 57 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે ગાંધીનગરના સેક્ટર-6માં રહેતી 57 અને 59 વર્ષીય બે મહિલા દક્ષિણ ભારતના પ્રવાસમાં જઇને આવ્યા બાદ કોરોના સંક્રમિત થઇ હતી. જે બાદ આરોગ્ય તંત્ર આ બંન્ને કેસને લઇને દોડતું થયું હતું. બન્ને પોઝિટિવ બહેનોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી છે ત્યારે પ્રવાસમાં ગયેલી અન્ય પ્રવાસીઓને સ્ટ્રેસ કરવાનું કામ પણ ગાંધીનગર કોર્પોરેશનની સાથે જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

કોરોનાના કેસ વધતાં સરકાર એલર્ટ મોડમાં

દેશમાં કોરોના ફરી એક વખત પગ પસારી રહ્યો છે. દેશના જુદા-જુદા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1ને કેરળમાં સમર્થન મળ્યા બાદ સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડમાં છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાને ટાંકીને જણાવ્યું છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે, જે 21 મે પછી જોવા મળેલા સૌથી વધુ કેસ છે. આ સાથે દેશમાં  એક્ટિલ  કેસની સંખ્યા વધીને 2,311 થઈ ગઈ છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કેરળમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વધીને 5 લાખ 33 હજાર 321 થઈ ગયો છે. આ સિવાય દેશમાં કોવિડ-19 કેસની સંખ્યા 4.50 કરોડ પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં આ રોગમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,44,70,346 થઈ ગઈ છે અને રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા છે, જ્યારે કેસમાં મૃત્યુ દર 1.19 ટકા છે. ઉલ્લેખનિય છે કે,  દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડ લોકોને રસી આપવામાં આવી છે.

અમદાવાદના સૌરવ ચૌહાણનું નસીબ ખુલ્યું, જાણો કોહલીની ટીમે કેટલા લાખમાં ખરીદ્યો

બાલમંદિર આંગણવાડીમાં બાળકોને પીરસાતા ભોજનમાં નીકળી ઈયળ, લાપસી પણ ગુણવત્તા વગરની

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Monsoon Update: આ વર્ષે ચોમાસું અને ઠંડી બન્ને ભુક્કા બોલાવશે, લા લીનાની અસર જૂનથી જ શરૂ થઈ જશે

Rain Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આજથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

પેક્ડ ફૂડ પર લખેલી બધી વાત સાચી નથી હોતી, ICMRની આ ગાઈડલાઈન જાણ્યા પછી તમે પણ નહીં ખરીદો

Lok Sabha Election 2024 Voting Live: બીજેપીનો આરોપ - ટીએમસીનાં ગુંડાઓ મતદારોને ધમકાવી રહ્યા છે, એસપીએ કહ્યું- કન્નૌજમાં વોટ આપવા નથી દેવાતા

for smartphones
and tablets

વિડિઓઝ

Parshottam Rupala | ચૂંટણી પૂર્ણ થતાં જ રૂપાલા જયરાજસિંહને મળવા પહોંચ્યા | શું થઈ વાતચીત?Navsari News | નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતાBharat Sutariya Vs Kacnhadiya | થેંક્યું ન બોલી શકે એવાને ભાજપે ટિકિટ આપી, પત્ર લખી કહ્યું થેંક યુHun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ભડકાનું કારણ શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: આ વર્ષે ચોમાસું અને ઠંડી બન્ને ભુક્કા બોલાવશે, લા લીનાની અસર જૂનથી જ શરૂ થઈ જશે
Monsoon Update: આ વર્ષે ચોમાસું અને ઠંડી બન્ને ભુક્કા બોલાવશે, લા લીનાની અસર જૂનથી જ શરૂ થઈ જશે
Rain Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આજથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આજથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
પેક્ડ ફૂડ પર લખેલી બધી વાત સાચી નથી હોતી, ICMRની આ ગાઈડલાઈન જાણ્યા પછી તમે પણ નહીં ખરીદો
પેક્ડ ફૂડ પર લખેલી બધી વાત સાચી નથી હોતી, ICMRની આ ગાઈડલાઈન જાણ્યા પછી તમે પણ નહીં ખરીદો
Lok Sabha Election 2024 Voting Live: બીજેપીનો આરોપ - ટીએમસીનાં ગુંડાઓ મતદારોને ધમકાવી રહ્યા છે, એસપીએ કહ્યું- કન્નૌજમાં વોટ આપવા નથી દેવાતા
Lok Sabha Election 2024 Voting Live: બીજેપીનો આરોપ - ટીએમસીનાં ગુંડાઓ મતદારોને ધમકાવી રહ્યા છે, એસપીએ કહ્યું- કન્નૌજમાં વોટ આપવા નથી દેવાતા
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા

BEd ની ઝંઝટ જ ખતમ, હવે ધોરણ -12 પછી જ બની શકાશે શિક્ષક, જાણો શું છે ITEP કોર્સ

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે

આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવાની તારીખ નજીક આવી રહી છે, ફટાફટ ફ્રીમાં મેળવો લાભ

Embed widget